શોધખોળ કરો
Advertisement
Corona Updates: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 147 પહોંચી, સરકાર ચિંતામાં
મંગળવારે આવેલા રિપોર્ટ પ્રમાણે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા હવે 147 એ પહોંચી છે, આમાં 24 લોકો વિદેશી મુળના છે
નવી દિલ્હીઃ ભારતમાં જીવલેણ કોરોના વાયરસે વધારે તીવ્ર રૂપ ધારણ કરી લીધુ છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને હવે 147 એ પહોંચી ગઇ છે, અને ત્રણ લોકોના કોરોના વાયરસના કારણે મોત પણ થઇ ચૂક્યા છે. આ કારણે હવે સરકાર ચિંતામાં મુકાઇ છે.
મંગળવારે આવેલા રિપોર્ટ પ્રમાણે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા હવે 147 એ પહોંચી છે, આમાં 24 લોકો વિદેશી મુળના છે. દિલ્હી, કર્ણાટકા અને મહારાષ્ટ્રમાં એક-એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે.
કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા સરકારે યોગ્ય પગલા ઉઠાવ્યા છે. સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી, મોલ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. વધી પડતા ધાર્મિક સ્થળો પર પણ વધારે ભીડ ન થાય તે માટે પગલા ઉઠાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનો ચેપ હવે ભારતીય સેનામાં પણ લાગી ગયો છે. લદ્દાખમાં હાર એક સૈનિકને કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યો છે. આ સેનામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ છે. સેનાના સૂત્રો અનુસાર, કોવિડ 19 પોઝિટિવ મળી આવેલ સૈનિકના પિતા હાલમાં જ ઈરાનથી તીર્થયાત્રા કરીને પરત ફર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement