Coronavirus: ભાજપના વધુ એક નેતાનો કોરોનાએ લીધો ભોગ, જાણો વિગતે
કોરોનાના કારણે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા દિલીપ ગાંધીનું મોત થયું છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાની રસી આવી ગઈ હોવા છતાં કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોનાએ દેશના અનેક નેતાનો ભોગ લીધો છે. જેમાં હવે વધુ એકનો ઉમેરો થયો છે. કોરોનાના કારણે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા દિલીપ ગાંધીનું મોત થયું છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. દિલીપ ગાંધી 69 વર્ષના હતા અને ભાજપના પૂર્વ સાંસદ હતા.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. મંગળવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 24 હજાર 492 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો હતો. આ મહામારીથી મંગળવારે 131 લોકોના મોત થયા હતા. વળી દેશની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં 3 કરોડ 29 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.
ગુજરાત સહિત આ પાંચ રાજ્યોમાં 78 ટકાથી વધુ નવા કેસો....
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તામિલનાડુમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. આ રાજ્યોમાં નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, અને 78.41 ટકા નવા કેસો આ પાંચ રાજ્યોમાંથી સામે આવ્યા છે. ભારતમાં કુલ 77 ટકા એક્ટિવ દર્દીઓ મહારાષ્ટ્ર, કેરાલા અને પંજાબના છે. ઠીક થયેલા દર્દીઓમાંથી 84.10 ટકા છ રાજ્યોમાંથી છે.
Surat: કોરોના વાયરસને લઈ મહિલાઓ માટે શું છે માઠા સમાચાર? જાણો વિગતે