શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 2500ને પાર, મરનારાઓનો આંકડો 53ને પહોંચ્યો
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. અત્યાર સુધી કુલ 53 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે, આ હાલ આ આંકડો 2543એ પહોંચી ગયો છે. જે દેશ માટે ખતરાની ઘંટી સમાન છે. જોકે, રિપોર્ટ છે કે, આમાંથી 179 લોકો સાજા પણ થયા છે.
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. અત્યાર સુધી કુલ 53 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
ખાસ વાત છે કે, છેલ્લા 24 કલાકમાં 328 નવા કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 339, કેરાલામાં 286, તામિલનાડુમાં 309, દિલ્હીમાં 219, આંધ્રપ્રદેશમાં 135, રાજસ્થાનમાં 133, તેલંગાણામાં 127, કર્ણાટકામાં 121, યુપીમાં 121, મધ્યપ્રદેશમાં 98 કેસો સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જાણકારી આપી કે તબલીગી જમાત સાથે જોડાયેલા એવા લોકો છે, જે હાલ ગુમ છે. આમને શોધવાનુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ આ અંતર્ગત 9000 એવા લોકો છે જેને ટ્રેક કરવામાં આવી રહ્યાં છે. દેશમાં કોરોનાનો ખતરો હજુ પણ મંડરાઇ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion