શોધખોળ કરો
Coronavirus: ભારતીયોને પરત લાવવા આજે રાત્રે ઈરાન જશે IAFનું ખાસ વિમાન C-17 ગ્લોબમાસ્ટર
સી-17 ગ્લોબમાસ્ટર સૈન્ય વિમાન રાત્રે 8 વાગ્યે હિંડન એરપોર્ટ પરથી રવાના થશે. ઈરાનમાં આશરે બે હજાર ભારતીયો રહે છે. ઈરાનમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસના મામલાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાનું ખાસ વિમાન સોમવાર મોડી રાત્રે ઈરાન મોકલવામાં આવશે. ઈરાનમાં કોરોના વાયરસના કારણે પ્રભાવિત થયેલા ઈરાનમાંથી ભારતીયોને પરત લાવવામાં આવશે. સુત્રોએ કહ્યું કે સી-17 ગ્લોબમાસ્ટર સૈન્ય વિમાન રાત્રે 8 વાગ્યે હિંડન એરપોર્ટ પરથી રવાના થશે. ઈરાનમાં આશરે બે હજાર ભારતીયો રહે છે. ઈરાનમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસના મામલાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્રણ દિવસ પહેલા મહાન એરલાઈનનું એક વિમાન 300 ભારતીયોના નમૂના ઈરાનથી લઈને ભારત આવ્યું હતું. કેંદ્રીય સ્વસ્થ્ય મંત્રાલય પહેલા ઈરાનમાં રહેતા ભારતીયોની કોરોના વાયરસની તપાસ માટે એક લેબ બનાવવાના હતા. પરંતુ હાલ તો આ યોજનાને રદ્દ કરવામાં આવી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને આજે જણાવ્યું કે અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના 43 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે દેશભરમાં તપાસ માટે 46 લેબ સક્રિય છે. હવે 30 એરપોર્ટ પર યૂનિવર્સલ સ્કૈનિંગ કરવામાં આવી રહ્યું છે. એ તમામ મુસાફરો જે બીજા દેશમાંથી આવી રહ્યા છે, તેમની એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. દેશમાં ચાર નવા કેસ નોંધાયા છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, કેરળ અને જમ્મુ-કાશ્મીરમાં ખતરનાક વાયરસના દર્દી મળી સામે આવતાં દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 43 પર પહોંચી છે. કોરોના વાયરસની અસર દુનિયાના 100 કરતા વધારે દેશોમાં થઈ છે. કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને 3800 ને પાર પહોંચી ગયો છે. જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને 1લાખ 10 હજારને પાર પહોંચી ગઇ છે.
વધુ વાંચો





















