શોધખોળ કરો

Coronavirus: દેશમાં કુલ સાત મોત, જાણો તમારા જીવન સાથે જોડાયેલી 10 મહત્વની વાતો

દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. કોરોના વાયરસથી દેશમાં કુલ સાત લોકોના મોત થયા છે.

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીની અપીલ પર સમગ્ર દેશમાં જનતા કફર્યુની અસર જોવા મળી રહી છે. લોકો સ્વયંભૂ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. કોરોના વાયરસથી દેશમાં કુલ સાત લોકોના મોત થયા છે. 10 મુખ્ય બાબતો 1) કોરોના વાયરસથી ગુજરાતમાં પ્રથમ મોત થયું છે. સુરતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોનાના કારણે ગુજરાતમાં મોતનો કિસ્સો નોંધાતાં ખળભળાટ મચ્યો છે. સુરતમાં કોરોના વાયરસના કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. 2) ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાને બુધવાર સુધી લોક-ડાઉન કરી દેવામાં આવ્યા છે. માત્ર શાકભાજી, દૂધની ડેરી, મેડિકલ આઈટમો, કરિયાણું જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓ વેચતી દુકાનો જ ખુલ્લી રહેશે. 3) કોરોના વાયરસના વધી રહેલા ખતરાને લઈ સરકારે મોટો ફેંસલો લીધો છે. 31 માર્ચ સુધી તમામ ટ્રેનો, મેટ્રો અને આંતરરાજ્ય બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. 4) બિહારના હેલ્થ સેક્રેટરી સંજય કુમારે કહ્યું કે, કતારથી પરત ફરેલા 38 વર્ષીય વ્યક્તિનું પટના એઇમ્સમાં મોત થયું છે. જોકે તેમના મોતનું કારણ કિડની ફેઇલ જણાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત આ વ્યક્તિ COVID-19થી સંક્રમિત પણ હતો. 5) કેન્દ્ર સરકારે 31 માર્ચ સુધી તમામ સ્કૂલ, કોલેજ, જિમ, ક્લબ, મ્યૂઝિયમ, સ્વિમિંગ પૂલ, સિનેમાઘર, મોલ બંધ રાખવા આદેશ કર્યો છે. ઉપરાંત કોઈપણ સામાજિક મેળાવડા ન કરવા હુકમ કર્યો છે. 6) રાજસ્થાન સરકારે પણ 31 માર્ચ સુદી પૂર્ણ બંધનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે ગરીબોને આ બીમારીથી બચાવવા ખાવાના પેકેટ અને ઘઉં વિતરણનો ફેંસલો લીધો છે. પંજાબ સરકારે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરાવી દીધું છે. ઉપરાંત કોવિડ-19ને રોકવા અનેક રાજ્યોએ બસના આવવા-જવા પર પ્રતિબંધ મુકી દીધો છે. 7) UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, લોકોએ આગળ પણ જનતા કર્ફ્યુ માટે તૈયાર રહેવું પડશે. 8) કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આજે બોલિવૂડ સિંગર કનિકા કપૂના પરિવારજનોએ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ, રિપોર્ટમાં તેની ઉંમર અને જાતિ બંને ખોટી લખવામાં આવી છે. રિપોર્ટમાં ઉંમર 28 વર્ષ અને મહિલાના બદલે પુરુષ લખેલું છે. પરિવારને શંકા છે રિપોર્ટ ખોટો પણ હોઇ શકે છે. 9) ઇતિહાસમાં દેશભરમાં પ્રથમ વખત તિરુમાલા, કાશી વિશ્વનાથ, શ્રીનાથજી, અંબાજી, દ્વારકા જેવા જાણીતા મંદિરો અને તાજમહેલ જેવા ટૂરિસ્ટ પ્લેસ લોકો માટે બંધ કરવામાં આવ્યા છે. 10) ઈન્ટરનેશનલ એરલાઇન્સ પર પણ એક સપ્તાહ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget