Coronavirus: દેશમાં આજે ફરી વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં 7,946 નવા કેસ નોંધાયા
ભારતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આજે ફરી એકવાર દેશમાં કોરોનાના નવા કેસ વધ્યા છે.
Covid-19 in India: ભારતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આજે ફરી એકવાર દેશમાં કોરોનાના નવા કેસ વધ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોવિડ-19ના 7,946 નવા કેસ નોંધાયા છે. આ કેસ બુધવાર કરતાં વધુ છે. બુધવારે દેશમાં કોરોનાના 7,231 નવા કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન કોરોનાથી સંક્રમિત 45 દર્દીઓના મોત થયા હતા.
#COVID19 | India reports 7,946 fresh cases and 9,828 recoveries in the last 24 hours.
— ANI (@ANI) September 1, 2022
Active cases 62,748
Daily positivity rate 2.98% pic.twitter.com/p1qTI3loDM
દેશમાં કોરોનાના એક્ટિવ કેસોમાં વધુ ઘટાડો થયો છે. કોરોનાના એક્ટિવ કેસ હવે ઘટીને 62,748 પર આવી ગયા છે. અગાઉ બુધવારે એક્ટિવ કેસ 64,667 હતા.
છેલ્લા 24 કલાકમાં 37 દર્દીઓના મોત થયા
છેલ્લા 24 કલાકમાં દેશમાં 37 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 5 લાખ 27 હજાર 911 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 9,828 દર્દીઓ સ્વસ્થ થયા છે. રિકવરી રેટ વધીને 98.67 ટકા થઈ ગયો છે. જ્યારે ડેઇલી પોઝિટિવિટી રેટ 2.98 ટકા છે. એક્ટિવ કેસમાં 1,919 કેસનો ઘટાડો નોંધાયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 31 ઓગસ્ટ સુધી કોવિડ-19 માટે 88 કરોડ 61 લાખ 47 હજાર 613 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી બુધવારે 2 લાખ 66 હજાર 477 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ રસીકરણ અભિયાન પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. બીજી તરફ, બુધવારે દિલ્હીમાં કોરોનાના 377 નવા કેસ નોંધાયા હતા અને બે લોકોના મોત થયા હતા.
Koffee With Karan 7: દિશા પાટની સાથે બ્રેકઅપ થયા બાદ ટાઈગર શ્રોફે કર્યો ખુલાસો, કહી આ મોટી વાત
Asia Cup 2022: હોંગકોંગ વિરુદ્ધ Suryakumar Yadavએ મચાવી તબાહી, અંતિમ ઓવરમાં ફટકારી ચાર સિક્સ
GDP Data: ભારતીય અર્થવ્યવસ્થાએ રફ્તાર પકડી, 2022-23નો પ્રથમ ત્રિ-માસિક GDP દર 13.5 ટકા નોંધાયો