શોધખોળ કરો
Advertisement
Covid-19: મહારાષ્ટ્રમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોનાથી 100થી વધુનાં મોત, 2190 નવા કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં કોવિડ -19 નવા 2190 કેસ સામે આવતા કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 56948 થઈ ગઈ છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોના વાયરસથી 100થી વધુ દર્દીના મોત થયા છે. રાજ્ય આરોગ્ય વિભાગ અનુસાર, બુધવારે કોરોનાના કારણે 105 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી 1897 લોકોના મોત થઈ ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં કોવિડ -19 નવા 2190 કેસ સામે આવતા કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 56948 થઈ ગઈ છે. જો કે બુધવારે 964 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધી 1718 દર્દીઓ સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રના કુલ કેસ પૈકી માત્ર મુંબઈમાં 34018 છે.
દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 151767 થઈ ગઈ છે, જેમાંથી 83 હજાર એક્ટિવ કેસ છે અને 64425 દર્દી સ્વસ્થ થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલય અનુસાર બુધવાર સુધી દેશમાં 4337 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement