Maharashtra Exams: કોરોનાનો કહેર વધતાં આ રાજ્યએ ધો.10-12 બોર્ડની પરીક્ષા પાછળ ઠેલી, જાણો વિગત
મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રીએ કહ્યું, રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઈ અમે ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષા પાછળ ઠેલી છે. ધો. 12ની પરીક્ષા મેના અંતમાં યોજાશે, જ્યારે ધો. 10ની પરીક્ષા જૂનમાં યોજાશે. નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું, અમે સીબીએસઈ, આઈસીએસઈ, આઈબી, કેમ્બ્રિજ બોર્ડને પણ પરીક્ષાની તારીખો પાછળ લઈ જવા પત્ર લખીશું.
મુંબઈઃ દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની ગયું છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, કેરળ સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આજે મહારાષ્ટ્ર સરકારે ધો.10 અને ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રીએ કહ્યું, રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઈ અમે ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષા પાછળ ઠેલી છે. ધો. 12ની પરીક્ષા મેના અંતમાં યોજાશે, જ્યારે ધો. 10ની પરીક્ષા જૂનમાં યોજાશે. નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું, અમે સીબીએસઈ, આઈસીએસઈ, આઈબી, કેમ્બ્રિજ બોર્ડને પણ પરીક્ષાની તારીખો પાછળ લઈ જવા પત્ર લખીશું.
મહારાષ્ટ્રમાં કોરોનાની શું છે સ્થિતિ
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના નવા 62,394 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 349 લોકોના મોત થયા હતા. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 34,07,245 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 27,82,161 છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 57,987 છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 5,65,587 છે.
8 દિવસનું કે 14 દિવસનું લોકડાઉન ?
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની બેકાબૂ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાંજે કોવિડ ટાસ્ક ફોર્સની સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણના ફેલાવાને અટકાવવા માટે 8 દિવસના લોકડાઉનની તરફેણમાં વાત કરી હતી. બીજી તરફ, કોવિડ ટાસ્ક ફોર્સના કેટલાક સભ્યોએ કહ્યું કે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે 14 દિવસના કડક લોકડાઉનની જરૂર છે. આવી સ્થિતિમાં મીટિંગ દરમિયાન બે પ્રકારના મંતવ્યો બહાર આવ્યા હતા.
દેશમાં શું છે કોરોનાનું ચિત્ર
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.68 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને 904 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,68,912 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 904 લોકોના મોત થયા છે. જોકે 75,086 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 35 લાખ 27 હજાર 717
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 21 લાખ 56 હજાર 529
- કુલ એક્ટિવ કેસ - 12 લાખ 01 હજાર 009
- કુલ મોત - એક લાખ 70 હજાર 179
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કેટલા દિવસનું લાદવામાં આવશે લોકડાઉન? જાણો મોટા સમાચાર
Coronavirus: સતત છઠ્ઠા દિવસે ભારત વિશ્વમાં નંબર વન, જાણો કેટલા લાખ કેસ નોંધાયા