Coronavirus: ભારતમાં કેમ અચાનક કોરોનાના કેસ રોકેત ગતિએ વધ્યા ? WHOએ કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે
WHOએ પોતાની સાપ્તાહિક મહામારી સંબંધીત અપડેટમાં કહ્યું છે કે, ભારત, યૂનાઈટેડ કિંગડમ, યૂએસએ અને સિંગાપુરમાં સૌથી વધારે નવા વેરિયન્ટના લક્ષણ જોવા મળ્યા છે.
ભારત હાલમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટનો સામનો કરી રહ્યું છે. આ વેરિયન્ટ એટલું ખતરનાક છે કે દરરોજ 200થી 300 લોકોના જીવ જઈ રહ્યા છે. હવે આ વેરિયન્ટ 17 અન્ય દેશોમાં પણ જોવા મળ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મંગળવારે તેની જાણકારી આપતાં કહ્યું કે, ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થવા પાછળનું કારણ કોરોનાનું નવું વેરિયન્ટ છે અને હવે આ વેરિયન્ટ વિશ્વના અન્ય 17 દેશમાં પણ જોવા મળઅયું છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે, કોવિડ 19નું B.1.617 વેરિયન્ટ પહેલા પણ ભારતમાં મળી આવ્યું હતું.
જ્યારે WHOએ પોતાની સાપ્તાહિક મહામારી સંબંધીત અપડેટમાં કહ્યું છે કે, ભારત, યૂનાઈટેડ કિંગડમ, યૂએસએ અને સિંગાપુરમાં સૌથી વધારે નવા વેરિયન્ટના લક્ષણ જોવા મળ્યા છે. આ વેરિયન્ટ વધારે ખતરનાક છે અને તેનું મૂળ સંસ્કરણ વધારે ચેપી અને ઘાતક છે. આ વેરિયન્ટને કારણે ભારતમાં સતત કેસ વધી રહ્યા છે અને લોકો મરી રહ્યા છે. કહેવાય છે કે આ વેરિયન્ટ વધારે વિનાશકારી રૂપ લઈ શકે છે.
વિશ્વભરમાં 31 લાખા લોકોના જીવ ગયા
જાણકારી અનુસાર મંગળવારે ભારતમાં નવા વેરિયન્ટને કારણે એક જ દિવસમાં 360000 નવા કેસ નોંધાયા હતા. જ્યારે આ વાયરસને કારણે અત્યાર સુધીમાં વિશ્વમાં 31 લાખ લોકોના મોત થયા છે. WHOએ સ્વીકાર્યું કે કોવિડનું નવું વેરિયન્ટ વાયરસના અન્ય વેરિયન્ટ કરતાં વધારે પ્રભાવશાળી છે.
પહેલા કરતાં વધારે ઘાતક છે બીજી લહેર
WHOએ પોતાના રિપોર્ટમાં સ્વીકાર્યું કે કોરોના વાયરસની બીજી લહેર પહેલી લહેરની તુલનામાં વધારે ઘાતક છે. જોકે એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કેસમાં ઉછાળો આવવાનું કારણ બેદરકારી અને એક બીજા સાથે સંપર્કમાં આવવાનું પણ છે.
દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત આઠમા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 29 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 79 લાખ 97 હજાર 267
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 48 લાખ 17 હજાર 371
કુલ એક્ટિવ કેસ - 29 લાખ 78 હજાર 709
કુલ મોત - 2 લાખ 01 હજાર 709
14 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 78 લાખ 27 હજાર 367 ડોઝ આપવામાં આવ્યા છે.