શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
Coronavirus: વિદેશમાં 276 ભારતીય કોરોનાથી સંક્રમિત, ઈરાનમાં સૌથી વધુ 225 પોઝિટિવ કેસ
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ઈરાનમાં 225, યૂએઈમાં 12, ઈટાલીમાં 5 આ સિવાય હૉંગકૉંગ, કુવૈત, રવાંડા અને શ્રીલંકામાં એક એક ભારતીય કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે.
નવી દિલ્હી: કોરોનાવાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. દુનિયાભરમાં અત્યાર સુધી 1,98,518 મામલા સામે આવ્યા છે. જ્યારે દુનિયાભરમાં લગભગ આઠ હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે વિદેશમાં રહેતા કે અન્ય કોઈ કામ માટે વિદેશ ગયેલા લોકોમાં અત્યાર સુધી 276 ભારતીય કોરોનાથી સંક્રમિત છે. આ જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે.
એક લેખિત જવાબમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ઈરાનમાં 225, યૂએઈમાં 12, ઈટાલીમાં 5 આ સિવાય હૉંગકૉંગ, કુવૈત, રવાંડા અને શ્રીલંકામાં એક એક ભારતીય કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. દેશમાં 151 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 25 વિદેશીઓ છે. ભારતમાં આ વાયરસને કારણે 3 લોકોના મોત થયા છે. દિલ્હીમાં સંક્રમિત 10 કેસ સામે આવ્યા છે. જેમાં એક વિદેશી સામેલ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં એક વિદેશી સહિત 16 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 41 કેસ પોઝિટિવ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion