શોધખોળ કરો
COVID-19: મહારાષ્ટ્રમાં 20 હજારથી વધુ કોરોના સંક્રમિત કેસ, દિલ્હીમાં 6500ને પાર
દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 59,662 પર પહોંચી ગઈ છે. જેમાંથી 17,846 લોકો સ્વસ્થ થઈ ગયા છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાત સૌથી વધુ પ્રભાવિત રાજ્યમાંથી છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 20 હજારને પાર પહોંચી ગઈ છે જ્યારે દિલ્હીમાં 6 હજારથી વધુ કોરોના કેસ અને ગુજરાતમાં 7797 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસથી સંક્રમણના 1165 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની આંકડો 20228 પર પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 48 દર્દીઓની મોત થઈ છે, આ સાથે મૃત્યુઆંક 779 પર પહોંચ્યો છે. દિલ્હીમાં 224 નવા કેસ, કુલ 6542 કેસ થયા દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિત 224 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 6542 થઈ ગઈ છે. દિલ્હી સરકારે સનિવારે આ જાણકારી આપી હતી. દિલ્હીમાં અત્યાર સુધી કોવિડ-19થી 68 દર્દીની મોત થઈ છે. હેલ્થ બુલેટિન અનુસાર, દિલ્હીમાં 4454 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 2020 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 7797 પર પહોંચી ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 23 દર્દીઓના મોત થયા છે અને 394 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 7797 પર પહોંચી છે અને મૃત્યુઆંક 472 પર પહોંચ્યો છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 59,662 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 3320 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 95 લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાથી શનિવાર સુધીમાં 1981 લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં 39834 લોકોની સારવાર ચાલી રહી છે જ્યારે 17,846 લોકો સ્વસ્થ થઈ ગયા છે.
વધુ વાંચો





















