શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ દસોલ્ટે ભારતના રાફેલ વિમાનોનું ઉત્પાદન કર્યું બંધ
કોરોના વાયરસના કારણે દસોલ્ટ એવિએશને ભારત માટે રાફેલ ફાઇટર જેટનું પ્રોડક્શનું કામ 31 માર્ચ સુધી રોકી દીધું છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દસોલ્ટ એવિએશને ભારત માટે રાફેલ ફાઇટર જેટનું પ્રોડક્શનું કામ 31 માર્ચ સુધી રોકી દીધું છે. ઇન્ડિયન એરફોર્સ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે, દસોલ્ટે આ નિર્ણય કોરોના વાયરસને ફેલાવતો રોકવા માટે ફ્રાન્સ સરકાર દ્ધારા ઉઠાવવામાં આવેલા પગલાને ધ્યાનમાં રાખીને લીધો છે. જોકે, એરફોર્સ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે, જોકે, તેનાથી આ વર્ષના મે મહિનામાં રાફેલ ફાઇટર જેટના પ્રથમ જથ્થાની ડિવિલરીમાં કોઇ અસર પડશે નહીં.
ફ્રાન્સમાં કોરોના વાયરસન કારણે લોકડાઉન લાંબા સમય સુધી ચાલશે તો રાફેલ વિમાનોના પ્રથમ જથ્થાની ડિલિવરી જરૂર પ્રભાવિત થઇ શકે છે ફ્રાન્સમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 350થી વધુ લોકોના મોત થયા છે. ઇન્ડિયન એરફોર્સના પર્સનલ ફ્રાન્સમાં છ અલગ અલગ સ્થળો પર ટ્રેનિંગ લઇ રહ્યા છે. ભારત અગાઉથી જ પાંચ રાફેલ ફાઇટર જેટ રિસીવ કરી ચૂક્યું છે અને તેના પર આપણા પાયલટ ટ્રેનિંગ લઇ રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion