શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસના કહેરની વચ્ચે દરેક સ્ટાફને 74,000નું બોનસ આપી રહી છે આ કંપની
ફેસબુક ઉપરાંત અન્ય ટેક કંપનીઓ પણ સ્ટાફને બોનસ આપી રહી છે. Workday નામની સોફ્ટવેર કંપનીએ પણ સોમવારે કહ્યું હતં કે તે બે સપ્તાહનો વધારાનો પગાર બોનસ તરીકે સ્ટાફને આપશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેરની વચ્ચે ઘણાં કપનીઓ પોતાના સ્ટાફને ઘરેથી જ કામ કરવા માટે કહી રહી છે. જ્યારે ફેસબુકે કહ્યું કે, તે પોતાના તમામ સ્ટાફને ઘરેથી કામ કરવામાં મદદ કરવા માટે 74,000 રૂપિયાનું બોનસ આપશે. સીએનબીસીના અહેવાલ અનુસાર, સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતાના સ્ટાફને મોકલેલ એક ઇન્ટરનલ નોટમાં આ વાતની જાહેરાત કરી છે.
જાન્યુઆરી સુધીના આંકડા અનુસાર ફેસબુકમાં અંદાજે 45 હજાર ફુલ ટાઈમ સ્ટાફ છે. પરંતુ આ ઉપરાંત અનેક હજારો લોકો કોન્ટ્રાક્ટ વર્કર્સ છે. એ જાણવા નથી મળ્યું કે કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લોકોને આ બોનસ મળશે કે નહીં.
જોકે, ફેસબુક ઉપરાંત અન્ય ટેક કંપનીઓ પણ સ્ટાફને બોનસ આપી રહી છે. Workday નામની સોફ્ટવેર કંપનીએ પણ સોમવારે કહ્યું હતં કે તે બે સપ્તાહનો વધારાનો પગાર બોનસ તરીકે સ્ટાફને આપશે.
જ્યારે મંગળવારે ફેસબુકે જાહેરાત કરી હતી કે તે કોરોના વાયરસથી પ્રભાવિત થનારા નાના બિઝનેસને મદદ તરીકે 739 કરોડ રૂપિયા આપશે. ફેસબુક 30 હજાર એલિજિબલ બિઝનસનને રોકડ અને એડ ક્રેડિટ આપશે.
કોરોના વાયરસના કારણે ફેસબુક પર ઘણી અસર પડી છે. કંપનીના સ્ટોકમાં 28 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 27 ફેબ્રુઆરીએ ફેસબુકે પોતાની વાર્ષિક સોફ્ટવેર ડેવલપર્સ કોન્ફરન્સ પણ રદ્દ કરી દીધી હતી.
ફેસબુકે માર્ચની શરૂઆતમાં જ પોતાના સ્ટાફને ઘરેથી કામ કરવા માટે શરૂ કર્યું હતું. ફેસબુકે હાલમાં મેડિકલ ફેસ માસ્કની જાહેરાત પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
વિશ્વબરમાં કોરોના વાયરસના 1.84 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. WHOના લેટેસ્ટ આંકડા અનુસાર, 7529 લોકોનું કોરોનાને કારણે મોત થયું છે. જ્યારે ભારતમાં પણ કોરોના વાયરસ સંક્રમણના કેસ વધીને 147એ પહોંચી ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement