Coronavirus: ભારતના આ રાજ્યોમાં હજુ સુધી નથી નોંધાયો એક પણ કેસ, જાણો વિગતે
ભારતમાં 2000થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 320થી વધારે મામલાની પુષ્ટિ થઈ છે.
નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વની સાથે ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વિશ્વમાં 9 લાખ કરતાં વધારે અને ભારતમાં 2000થી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 320થી વધારે મામલાની પુષ્ટિ થઈ છે.
કોરોના વાયરસની ઝપેટમાં ભારતના આશરે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ છે. પરંતુ કેટલાક રાજ્યોમાં હજુ સુધી આ વાયરસનો પગપેસારો થયો નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સવારે 9 વાગ્યા સુધીમાં નોર્થ ઈસ્ટના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના વાયરસના એક પણ કેસ નોંધાયા નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સિક્કિમ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડમાં હજુ સુધી કોરોના વાયરસના સંક્રમણનો મામલો સામે આવ્યો નથી. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદીપ, દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં પણ કોરોનાનો પગ પેસારો થયો નથી. કુલ મળીને 6 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ હજુ સુધી કોરોનાથી પ્રભાવિત થયા નથી.
આસામ, મણિપુર, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશમાં કોરોનાનો એક-એક મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે 338 કેસ નોંધાયા છે. વિશ્વના આ દેશોમાં હજુ સુધી નથી નોંધાયો Corona નો એક પણ કેસ, આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે સંખ્યા