શોધખોળ કરો
Coronavirus: દિલ્હી સ્ટેટ કેન્સર ઈન્સ્ટીટ્યૂટના વધુ એક નર્સિંગ ઓફિસરનો આવ્યો પોઝિટિવ રિપોર્ટ, અત્યાર સુધીમાં હોસ્પિટલના 4 સ્ટાફને લાગ્યો ચેપ
દિલ્હી સરકારની હોસ્પિટલ દિલ્હી સ્ટેટ કેન્સર ઈન્સ્ટીટ્યૂટમા વધુ એક નર્સિંગ ઓફિસરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
નવી દિલ્હીઃ દિલ્હી સરકારની હોસ્પિટલ દિલ્હી સ્ટેટ કેન્સર ઈન્સ્ટીટ્યૂટમા વધુ એક નર્સિંગ ઓફિસરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ચાલુ સપ્તાહે આ હોસ્પિટલના એક ડોક્ટરનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ડોક્ટરના સંપર્કમાં આવેલા 19 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
શુક્રવારે બે નર્સિંગ ઓફિસર કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ શનિવારે પણ એક નર્સિંગ ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ દિલ્હી સ્ટેટ કેન્સર ઈન્સ્ટીટ્યૂટમાં મેડિકલ સ્ટાફના ચાર લોકો કોરોના પોઝિટિવ થઈ ચુક્યા છે.
દિલ્હી સ્ટેટ કેન્સર ઈન્સ્ટીટ્યૂટ અને હોસ્પિટલમાં કેન્સર પીડિતોની સારવાર થાય છે. હોસ્પિટલમાં ઓપીડી પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 50થી વધારે ડોકટર અને મેડિકલ સ્ટાફ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે, જેમાંથી 9 ડોક્ટર્સ દિલ્હીના છે.
ગુરુવારે AIIMSના એક ડોકટરનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement