(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: દાંતને આ રીતે ખરાબ કરી રહ્યું છે માસ્ક, જાણો ડેનટિસ્ટે શું આપી સલાહ અને ઉપાય
Coronavirus: . હેલ્થ એક્સપર્ટના મત મુજબ ડબલ માસ્ક વાયરસ સામે વધુ સુરક્ષા આપે છે. ડેનટિસ્ટ માસ્ક લગાવવાની સાથે ઓરલ હાઇજિનની પણ ખૂબ ધ્યાન રાખવાની સલાહ આપે છે.
Coronavirus: કોરોના વાયરસના બચાવ માટે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટના મત મુજબ ડબલ માસ્ક વાયરસ સામે વધુ સુરક્ષા આપે છે. ડેનટિસ્ટ માસ્ક લગાવવાની સાથે ઓરલ હાઇજિનની પણ ખૂબ ધ્યાન રાખવાની સલાહ આપે છે. એક્સ્પર્ટ મુજબ થોડી પણ લાપરવાહી આપનાં દાંતને ખરાબ કરી શકે છે.
ડેનટિસ્ટના મત મુજબ લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી મોં સૂકાય છે અને ડિહાઇડ્રેશન થઇ જાય છે. માસ્ક પહેરવાથી શ્વાસ લેવાની ગતિ પણ ધીમી પડી જાય છે. તેના કારણે પણ મોં સૂકાય છે.માસ્ક લગાવ્યા બાદ લોકો પાણી પીવાનું પણ ભૂલી જાય છે.તેના કારણે મોમાં બેક્ટરીયા પેદા થાય છે. જેના કારણે મોંમાં દુર્ગંધ આવવા લાગે છે.
શ્વાસમાં દુર્ગંઘ આવવાનું બીજું કારણ પણ છે કે, લાંબા સમય સુદી મોં બંધ રાખવું. મોં બંધ રાખે છે અને લાળરસને ગળે ઉતારવાનું પણ અવોઇડ કરે છે. આ એ લોકો સાથે વધુ થાય છે. જે આઇસીયૂમાં રહે છે.
ડેનટીસ્ટના મત મુજબ સતત માસ્ક પહેરી રાખવાથી મોં અને શ્વાસ સહિત દાંતમાં સડો થવા જેવી સમસ્યા પણ ઉત્પન થાય છે. બ્રાઝિલમાં મહામારી સમય દાંતના સડાના કેસ વધુ આવી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે સતત માસ્કની અસર ઓરલ હાઇજીન પર પડી રહી છે.
ડેનટીસ્ટે સલાહ આપતા જણાવ્યું કે, મહામારીમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે પરંતુ આ સાથે મોને હાઇડ્રેઇટ રાખવું પણ જરૂરી છે. આ માટે દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી તો અવશ્ય પીવું જોઇએ. અને દાંતની સ્વસ્થતા માટે સવાર-રાત બંને ટાઇમ બ્રશ કરવું જોઇએ.
શોધકર્તાનું કહેવું છે કે, ઓરલ હાઇજીનનો ખ્યાલ ન રાખવાથી દાંત પડી જવા, મસૂડાનો સોજો પીરિડોટલ ઇન્ફેકશનનું જોખમ વધી જાય છે. ડેનટિસ્ટ કહે છે કે, માસ્ક લગાવવાની સાથે ઓરલ હાઇજિનનું ધ્યાન રાખવું જરૂરી છે. આ માટે મોને સ્વચ્છ રાખો, જમ્યા બાદ વ્યવસ્થિ કોગળા કરો. સવાર-રાત બ્રશ કરો. ટગ ક્લિન કરો. પુરતુ પાણી પીવો અને કપડાનું માસ્ક યુઝ કરતા હો તો તેને નિયમિત વોશ કરીને જ યુઝ કરો.