(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Lockdown: લોકડાઉનને લઈ રૂપાણીએ ફરી આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
રૂપાણીએ એમ પણ કહ્યું, ત્રીજી લહેરની તમામ તૈયારીઓ કરી લીધી છે. સોમવારે ડોક્ટરો સાથે મીટીંગ કરીશું. આપણે 2.5 કરોડ વેક્સીન ડોઝ ઓડર આપ્યો છે. જે પ્રમાણે જથ્થો મળે છે તે પ્રમાણે આપણે વેકસીન આપીએ છીએ
ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં કોરોનાનો (Gujarat Corona Cases) કહેર જોવા મળી રહ્યો છે. શહેરની સાથે સાથે હવે ગામડામાં પણ સ્થિતિ બગડી રહી છે. બીજી લહેરમાં કોરોનાના (Coronavirus Second Wave) કેસ વધવાની સાથે સાથે કોરોનાથી થનાર મોતની સંખ્યા પણ વધી છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) લોકડાઉનને (Gujarat Lockdown) લઈ મોટું નિવેદન આપ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, હાલ કેસ ઘટી રહ્યા હોવાથી લોકડાઉનનું કોઈ આયોજન નથી. વિવિધ રાજ્ય લોકડાઉન કેસોની સંખ્યાના આધારે કરી રહ્યા છે. ગામડામાં આવેલા કોરોનાને આપણે ગામડામાં જ અટકાવી દેવાના છે. ગામડામાં આઇસોલેશન સેન્ટર બને, હોમ આઇસોલેશન ઓછું કરવામાં આવે. ગામમાં બધાનાં ટેસ્ટ કરવાનાં બદલે લક્ષણોવાળાનાં ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે.
રૂપાણીએ એમ પણ કહ્યું, ત્રીજી લહેરની તમામ તૈયારીઓ કરી લીધી છે. સોમવારે ડોક્ટરો સાથે મીટીંગ કરીશું. આપણે 2.5 કરોડ વેક્સીન ડોઝ ઓડર આપ્યો છે. જે પ્રમાણે જથ્થો મળે છે તે પ્રમાણે આપણે વેકસીન આપીએ છીએ.15 મે સુધીમાં 11 લાખ જેટલા ડોઝ આપણી પાસે પહોંચી જશે. જેમ જેમ જથ્થો આવશે તેમ આપણે વેક્સીન આપીશું.
ગુજરાતમાં શુ છે કોરોનાનું ચિત્ર
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં ૧૨,૦૬૪ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૧૧૯ના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં ૧૯ એપ્રિલ બાદ કોરોનાના આ સૌથી ઓછા દૈનિક કેસ છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૩,૦૮૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાને હરાવનારા દર્દીઓનો આંક ૫ લાખને પાર થઇ ગયો છે. અત્યારસુધી કુલ ૫,૦૩,૪૯૭ દર્દી કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે અને રીક્વરી રેટ ૭૬.૫૨% છે. કોરોનાના કુલ કેસ હવે ૬,૫૮,૦૩૬ જ્યારે કુલ મરણાંક ૮,૧૫૪ છે. આ પૈકી હાલ ૧,૪૬,૩૮૫ એક્ટિવ કેસ છે જ્યારે ૭૭૫ દર્દી વેન્ટિલેટર પર છે.
અમેરિકામાં રહેતી આ ગુજરાતી યુવતીએ 35 કરોડનાં રેમડેસિવિર ઈંજેક્શન ભારત મોકલ્યાં ને.....