(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાના કેસ વધતાં ફફડી ઉઠેલા આ મોટા રાજ્યએ આંગણવાડી કેન્દ્ર, સ્કૂલ-કોલેજોના ફરી પાડી દીધા પાટીયા, 8 જિલ્લામાં ઠોકી દીધો નાઇટ કરફ્યૂ
Coronavirus Night Curfew: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25,320 નવા કેસ નોંધાયા હતા અને 161 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના કુલ કેસની સખ્યા 1,13,59,048 પર પહોંચી છે.
લુધિયાણાઃ દેશમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા થોડા દિવસોથી વધી રહ્યું છે. મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ફરીથી કોરોના વકર્યો છે. આ દરમિયાન કોરોનાથી ફફડી ઉઠેલા પંજાબે રાજ્યની તમામ આંગણવાડી અને શાળાઓ બંધ કરી દેવાનો આદેશ કર્યો છે. આ પહેલા પંજાબ સરકારે લુધિયાણા, પટિયાલા, મોહાલી, ફતેહગઢ સાહિદ, જાલંધર, નુવાશહેર, કપૂરથાલા અને હોશિયારપુરમાં નાઇટર કરફ્યુ નાંખવામાં આવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, પંજાબમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 10,916 છે. જ્યારે 1,79,295 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી 6052 લોકોના મોત થયા છે. પંજાબે કોરોનાના વધતા કેસને પગલે રાજ્યમાં ફરી એક વખત બધી જ સ્કૂલ-કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. શનિવારથી જ આ આદેશનો અમલ શરૂ થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં 2,97,38,409 લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચુકી છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25,320 નવા કેસ નોંધાયા હતા અને 161 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના કુલ કેસની સખ્યા 1,13,59,048 પર પહોંચી છે. જે પૈકી 1,09,89,897 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2,10,544 છે. જ્યારે કુલ મૃત્યુઆક 1,58,607 થયો છે.
દેશમાં કોરોનાના કેસમાં સતત થઈ રહેલા વધારાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધી ગઈ છે. દેશમાં ૫૩ દિવસમાં પહેલી વખત એક્ટિવ કેસની સંખ્યા બે લાખને પાર થઈ છે. વધુમાં દેશના છ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટકમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં નાપગુરમાં એક સપ્તાહના લોકડાઉન પછી હવે પંજાબ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં નાઈટ કરફ્યુ લાદવાનો નિર્ણય લેવાયો છે.