શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાનો કહેર: મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ બાદ હવે આ રાજ્યના 8 શહેરમાં પણ નાઈટ કફ્યૂ, જાણો વિગત
દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ ફરી વધતો નજર આવી રહ્યો છે. સંક્રમણને અટકાવવા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન સરકાર પણ કડક પગલા લઈ રહી છે.
જયપુર: દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ ફરી વધતો નજર આવી રહ્યો છે. સંક્રમણને અટકાવવા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન સરકાર પણ કડક પગલા લઈ રહી છે. રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કરાયો છે. તેની સાથે જ માસ્ક નહીં પહેનારને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જ્યારે પાટનગર જયપુરમાં ધારા 144 લગાવવામાં આવી છે.
મુખ્યમંત્રી અશોક ગહલોતની અધ્યક્ષતામાં શનિવારે રાતે રાજ્ય મંત્રીપરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સંક્રમણથી પ્રભાવિત આઠ મુખ્ય જિલ્લા જયપુર, જોધપુર, કોટા, બીકાનેર, ઉદયપુર, અજમેર, અલવર અને ભીલવાડાના શહેરી વિસ્તારમાં બજાર, રેસ્ટોરેન્ટ, શોપિંગ મોલ તથા અન્ય કોર્મર્શિયલ સંસ્થા સાંજે સાત વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. આ આઠ જિલ્લા મુખ્યાલયોના શહેરી વિસ્તારમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ દરમિયાન કર્ફ્યૂ રહેશે.
આ પહેલા મધ્ય પ્રદેશના પાંચ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા પાંચ જિલ્લામાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion