શોધખોળ કરો

Coronavirus: ભારતમાં મળ્યો કોરોનાનો ટ્રિપલ મ્યૂટેંટ વેરિયંટ, જાણો કેટલો ખતરનાક બની જશે વાયરસ ?

રિપોર્ટ પ્રમાણે નવો મ્યૂટેંટ ઘણો શક્તિશાળી છે. જે શરીરમાં રેસ્પિટેટરી સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. જાણકારોના કહેવા મુજબ આ મ્યૂટેંટ ઘણો ખતરનાક છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ કહેર મચાવ્યો છે, જેના કારણે દેશના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સવાલ ઉભો થયો છે. આ દરમિયાન ભારતમાં ટ્રીપલ મ્યુટેશન સ્ટ્રેઇન જોવા મળ્યો હોવાના રિપોર્ટ છે. હાલ કોરોનાથી સૌથી પ્રભાવિત દિલ્હી, મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં ટ્રીપલ મ્યૂટેંટને લઈ મોટો ખુલાસો થયો છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, હેલ્થ મિનિસ્ટ્રીને ગત સપ્તાહે જ ડબલ મ્યૂટેંટ વાયરસમાં બદલાવ થઈ શકે છે તેમ જણાવી દેવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં તે ડબલ નહીં ટ્રીપલ મ્યૂટેંટ બની ચુક્યું છે. વાયરસમાં ત્રણ અલગ અલગ વેરિયેંટ્સ મળ્યા છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે ગત વર્ષે ઓક્ટોબરમાં એક નવા વેરિયેંટની જાણકારી આપી હતી. જેને B.1.617 નામ આપવામાં આવ્યું હતુ. જેમં બે પ્રકારના મ્યૂટેશંસ E484Q અને L452R છે. આ વાયરસના જીનોમનું બે વખત રૂપ બદલાઈ ચુક્યું છે.

રિપોર્ટ પ્રમાણે નવો મ્યૂટેંટ ઘણો શક્તિશાળી છે. જે શરીરમાં રેસ્પિટેટરી સિસ્ટમને નુકસાન પહોંચાડે છે.  જાણકારોના કહેવા મુજબ આ મ્યૂટેંટ ઘણો ખતરનાક છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. ભારત માટે ટ્રિપલ મ્યૂટેંટ વેરિયંટ ખતરનાક છે અને દેશ માટે મોટો પડકાર બનીને ઉભર્યો છે. જો સમયસર તેને નહીં રોકવામાં આવો તો દુષ્પરિણામ જોવા મળશે.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વાયરસ ખુદને લાંબા સમય સુધી સક્રિય રાખવા માટે સતત જિનેટિક રચના બદલતો રહે છે.  

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,95,041 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2023 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,67,457 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  એક કરોડ 56 લાખ 16 હજાર 130

કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 32 લાખ 76 હજાર 039

કુલ એક્ટિવ કેસ - 21 લાખ 57 હજાર 538

કુલ મોત - 1 લાખ 82 હજાર 553

 13 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 13 કરોડ 01 લાખ 19 હજાર 310 ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
Embed widget