શોધખોળ કરો
કોરોનાઃ CM યોગી આદિત્યનાથની જાહેરાત-UPના 15 જિલ્લામાં આવતીકાલથી લોકડાઉન
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના 15 જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરી છે.
![કોરોનાઃ CM યોગી આદિત્યનાથની જાહેરાત-UPના 15 જિલ્લામાં આવતીકાલથી લોકડાઉન Coronavirus: UP CM Yogi Adityanath Announces Complete Lockdown In 15 Districts કોરોનાઃ CM યોગી આદિત્યનાથની જાહેરાત-UPના 15 જિલ્લામાં આવતીકાલથી લોકડાઉન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/23034749/14.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લખનઉઃ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના 15 જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરી છે. 23 માર્ચથી 25 માર્ચ સુધી આ જિલ્લામાં લોકડાઉન રહેશે. આ 15 જિલ્લામાં આગ્રા, લખનઉ, ગૌતમબુદ્ધનગર, ગાજિયાબાદ, મુરાદાબાદ, વારાણસી, લખીમપુર, ખીરી, બરેલી, આઝમગઢ, કાનપુર. મેરઠ, પ્રયાગરાજ, અલીગઢ, ગોરખપુર, અને સહારનપુર સામેલ છે. 31 માર્ચ સુધી આ જિલ્લાઓ પુરી રીતે લોકડાઉન રહેશે. આ દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે.
આ અગાઉ પંજાબ અને રાજસ્થાન સરકારે 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. તે સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી સહિત તમામ રાજ્યોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)