Coronavirus Updates: દેશમાં એક્ટિવ કેસ 197 દિવસની નીચલી સપાટીએ, જાણો આજે કેટલા નોંધાયા કેસ
શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 24,354 નવા કેસ અને 234 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,718 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
India Coronavirus Updates: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ઘટ્યા બાદ ફરીથી વધ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 24,354 નવા કેસ અને 234 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,718 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,73889 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 13,834 નવા કેસ નોંધાયા હતા અને 95 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.
COVID19 | India reports 24,354 new cases in the last 24 hours; Active caseload at 2,73,889; lowest in 197 days: Ministry of Health and Family Welfare pic.twitter.com/6t3MvQvppn
— ANI (@ANI) October 2, 2021
દક્ષિણના રાજ્ય કેરળમાં દેશના અન્ય ભાગોની સરખામણીમાં કોરોના વાયરસના મહત્તમ નવા કેસ નોંધાઈ રહ્યા છે. કેરળના વધતા પોઝિવિટી દરએ રાજ્ય અને કેન્દ્ર સરકારને ચિંતામાં મૂકી દીધાં છે. અત્યારે દેશમાં કોરોનાના નવા કેસોમાં કેરળનો હિસ્સો લગભગ 60 ટકા છે. પૂર્વોત્તર રાજ્ય મિઝોરમનો પણ આવી જ સ્થિતિ છે. અહીં પણ પોઝિટિવીટી રેટનો દર ઉંચો છે.
આંકડા અનુસાર, છેલ્લા 14 દિવસમાં કેરળમાં દર 100 કોરોના ટેસ્ટમાં 16 પોઝિટિવ મળી આવે છે. એટલે કે, મહિનાઓ પછી પણ રાજ્યમાં પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી, મિઝોરમનો પોઝિટિવીટ રેટ 17%થી વધુ છે, ત્યારબાદ સિક્કિમ, મણિપુર અને મેઘાલય છે. જ્યાં પોઝિટિવિટી રેટ 5 થી 8 ટકા છે. આ રાજ્યોમાં લોકડાઉન લાગૂ કરવું અથવા કન્ટેનમેન્ટ ઝોન બનાવવા એ હવે સમયની માંગણી છે.
આંકડા મુજબ 16 થી 29 સપ્ટેમ્બર વચ્ચે દેશનો પોઝિટિવિટી દર બે ટકાથી ઓછો રહ્યો છે. બિહાર, યુપી, દિલ્હી, હરિયાણા અને ગુજરાત એવા રાજ્યોમાં સામેલ છે જે હાલમાં ઇન્ફેકશનની તપાસ કરી રહ્યા છે. આ રાજ્યોમાં 100 પરીક્ષણો દીઠ પુષ્ટિ થયેલા કેસોની કુલ સંખ્યા ઘટીને 0.006%થઈ છે.
1.4 લાખ સક્રિય કેસની સાથે કેરળ ટોપ પર છે
મહારાષ્ટ્રમાં 36000થી વધુ
તમિલનાડુમાં 17,200થી વધુ
મિઝોરમાં 16,015થી વધુ
કર્ણાટકમાં 12,500થી વધુ
આંધ્રપ્રદેશમાં 11,700થી વધુ સક્રિય કેસ છે.
પાંચ અન્યમાં વર્તમાનમાં 1,000થી 7,000ની વચ્ચે સક્રિય કેસ છે. કેરળને છોડીને 4 અન્ય પર્યટન સ્થળો હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને ગોવાએ કોરોના પર કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી છે.