શોધખોળ કરો
Coronavirus: ત્રીજી મે પહેલાં લોકડાઉનને લઈને મોદી સરકાર લઈ શકે મોટો નિર્ણય? જાણો સમગ્ર વિગત
દેશમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતાં લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું જે હવે ત્રીજી મેએ પૂર્ણ થાય છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતાં લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું જે હવે ત્રીજી મેએ પૂર્ણ થાય છે. જોકે આ પહેલા કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. ત્યારે દેશના ઘણાં રાજ્યોના મુખ્યમંત્રીની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી. હવે 29 એપ્રિલે એટલે બુધવારે કેબિનેટની બેઠકમાં લોકડાઉન લંબાવવું કે છૂટ આપવી તેને લઈને ચર્ચા કરવામાં આવશે. લોકડાઉનથી દેશને ફાયદો થઈ રહ્યો છે - પીએમ મોદી કહેવામાં આવી રહ્યું છે કે, કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકડાઉનને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે, લોકડાઉનથી દેશને ફાયદો થઈ રહ્યો છે. પીએમે એ પણ કહ્યું હતું કે, કોરોના વાયરસ પ્રકોપની વચ્ચે ભારતની સ્થિતિ બાકી દેશો કરતાં બહુ સારી છે. લોકડાઉન ચાલુ રાખવા માગે છે ઘણાં રાજ્યો કહેવામાં આવી રહ્યું છે કે, દેશના ઘણાં રાજ્યો લોકડાઉનને ત્રણ મે પછી પણ ચાલુ રાખવા માટે તૈયાર છે. બેઠક દરમિયાન દેશને લોકડાઉનને તબક્કાવાર રીતે બહાર લાવવા માટે ઉપાયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાએ રાજ્યમાં ત્રણ મે બાદ પણ લોકડાઉનને લંબાવવાની વાત કરી હતી. કોરોનાને અટકાવવા બે વખત કર્યું લોકડાઉન કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પીએમ મોદીએ દેશમાં 25 માર્ચે બે તબક્કામાં લોકડાઉન લાગુ કર્યું હતું. જેમાં પહેલા તબક્કામાં 24 માર્ચે 21 દિવસ માટે અને બીજા તબક્કામાં 14 એપ્રિલે 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી.
Before You Go
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ






















