શોધખોળ કરો
Advertisement
Coronavirus: મુંબઈમાં સંક્રમિતોની સંખ્યા 90 હજારને પાર, એક દિવસમાં 1354 નવા કેસ
નિગમના અનુસાર મુંબઈ શહેરમાં હવે કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 90 હજાર 149 થઈ ગઈ છે. આ સિવાય વધુ 73 દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા 5 હજાર 202 સુધી પહોંચી છે.
મુંબઈ: મુંબઈમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. સંક્રમણના 1354 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 90 હજારને પાર પહોંચી છે. બૃહન્નમુંબઈ નગર નિગમ(BMC) એ આ જાણકારી આપી છે.
મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90 હજારને પાર
નિગમના અનુસાર મુંબઈ શહેરમાં હવે કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 90 હજાર 149 થઈ ગઈ છે. આ સિવાય વધુ 73 દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા 5 હજાર 202 સુધી પહોંચી છે. BMCએ કહ્યું કે શુક્રવારે 73 મોતના જે કેસ સામે આવ્યા છે, તેમાં 54 દર્દીઓને અન્ય ગંભીર બીમારી પણ હતી. નિગમે દાવો કર્યો છે કે શુક્રવારે કોવિડ-19ની સારવાર બાદ 2183 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ કોરોના વાયરસને મ્હાત આપેલી લોકોની સંખ્યા 61 હજાર 934 થઈ ગઈ છે.
BMCએ કર્યો 68 ટકા રિકવરીનો દાવો
BMCએ દાવો કર્યો છે કે શહેરમાં દર્દીઓના રિકવરી રેટ 68 ટકા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં હજુ પણ 22 હજાર 738 લોકો કોવિડ-19 થી પીડિત છે. આ સિવાય 905 નવા સંદિગ્ધ દર્દીઓને શહેરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સંક્રમિત દર્દીઓનો આંકડો આઠ લાખને પાર પહોંચ્યો છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે ભારતમાં મૃતકોની સંખ્યા 22 હજારથી વધુ છે. દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement