શોધખોળ કરો
Advertisement
કેરળમાં એક જ પરિવારના 5 લોકો આવ્યા કોરોનાની ઝપટમાં, દેશમાં 39 કેસ પોઝિટિવ
કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું કે, તમામ લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. કેરળમાં એક જ પરિવારના પાંચ લોકો કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું કે, તમામ પોઝિટિવ લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે, પરિવારના ત્રણ લોકો ઈટાલીથી પરત ફર્યા છે અને બે અન્ય લોકોને તેમના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઈ ચાલતી અફવા પર ધ્યાન ન આપવા અને સાવધાની રાખવા લોકોને અપીલ કરી હતી.
દુનિયાભરમાં કોરોનાની પક્કડમાં એક લાખ લોકો આવી ચૂક્યા છે અને એમાંથી 3200થી વધુનાં મોત થયાં છે. ચીનમાં મૃત્યુઆંક 3000ને પાર પહોંચી ગયો છે. ઈરાનમાં કોરોના વાયરસથી 110 જેટલાં લોકોનાં મોત થયા છે. દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાયરસના 196 નવા કેસ નોંઘાયા છે. ત્યાં અત્યાર સુધીમાં 6200 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.Total positive cases of #Coronavirus in the country rises to 39 https://t.co/7rGWznHaM8
— ANI (@ANI) March 8, 2020
અમેરિકાના ન્યૂયોર્કમાં ઇમરજન્સી કરાઇ જાહેર અમેરિકાના 28 રાજ્યોમાં કોરોના વાયરસના 329 મામલાની પુષ્ટિ થઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 15 પર પહોંચી છે. કેલિફોર્નિયામાં ગ્રેન્ડ પ્રિન્સેસ ક્રૂઝ શિપના 21 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ બાદ ન્યૂયોર્કમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રૂ કૂમોએ આની જાહેરાત કરી છે. રાણા કપૂરની પુત્રી એક સમયે હતી IPLની મિસ્ટ્રી ગર્લ, ટોચના આ ઉદ્યોગપતિ સાથે છે કનેક્શન, જાણો Women’s T-20 World Cup: ફાઈનલમાં વરસાદ પડે અને મેચ રદ્દ થાય તો શું ભારત વિજેતા બનશે ? જાણો વિગતેKerala Health Minister KK Shailaja: 5 more #Coronavirus cases have been reported in Pathanamthitta. We are tracing their contact history. They are under medical treatment. People coming from other countries should show responsibility&get a medical checkup done as they reach India pic.twitter.com/sigTOXcwuU
— ANI (@ANI) March 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement