શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 6817 પર પહોંચ્યો, કુલ 310નાં મોત
બીએમસીનાં આંકડા અનુસાર, અત્યાર સુધી 4589 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મુંબઈમાં અત્યાર સુધી 179 લોકોના કોરોનાથી મોત થયા છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના આજે 394 નવા કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ અનુસાર મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનો સંક્રમિત દર્દીઓનો આંકડો 6,817 થઈ ગયો છે. અહીં કોરોનાથી મૃત્યુઆંક 310 પર પહોંચ્યો છે, જ્યારે અત્યાર સુધીમાં 957 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. બીએમસીનાં આંકડા અનુસાર, અત્યાર સુધી 4589 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 357 નવા કેસ આવ્યા છે અને 11 લોકોનાં મોત થયા છે. મુંબઈમાં અત્યાર સુધી 179 લોકોના કોરોનાથી મોત થયા છે.
દેશમાં સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રમાં છે, પરંતુ રાજ્યના ત્રણ એવા જિલ્લા છે, જ્યાં હજુ સુધી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નછી. આ ત્રણ જિલ્લામાં વર્ધા, ભંડારા અને ગઢચિરોલી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 23 હજારને પાર પહોંચી ગઈ છે, કોરોનાથી કુલ 723 લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને 4814 લોકો સ્વસ્થ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement