Coronavirus: દેશના આ નાના-નાના રાજ્યોમાં હવે ઝડપથી ફેલાવવા લાગ્યો છે કોરોના, સંક્રમિત દર્દીઓ સતત ભેટી રહ્યાં છે મોતને, જાણો વિગતે
મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યો બાદ હવે ઝારખંડ, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોમાં કોરોના કેસોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ખાસ વાત છે કે આ રાજ્યોમાં દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓના મોતની સંખ્યમાં જબરદસ્ત વધારો દેખાઇ રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. મોટા રાજ્યો બાદ હવે કોરોનાના આ ઘાતક વાયરસે હવે નાના-નાના રાજ્યોમાં પણ એન્ટ્રી કરી લીધી છે. આ રાજ્યોમાં ઝડપથી કોરોના દર્દીઓ વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યો બાદ હવે ઝારખંડ, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોમાં કોરોના કેસોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ખાસ વાત છે કે આ રાજ્યોમાં દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓના મોતની સંખ્યમાં જબરદસ્ત વધારો દેખાઇ રહ્યો છે.
કર્ણાટકા, તામિલનાડુ, દિલ્હી અને પંજાબ જેવા રાજ્યોમાં છેલ્લા 40 દિવસોમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના મોત થયા છે. કર્ણાટકામાં દરરોજ 400થી વધુ મોતો થઇ રહી છે. જ્યારે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં દરરોજ મરનારાઓની સંખ્યા લગભગ 300 છે. આ ઉપરાંત હજુ કેટલાય એવા રાજ્યો છે, જ્યાં એક જ દિવસમાં 100થી વધુ લોકોના મોત થઇ રહ્યાં છે. આ રાજ્યોમાં ઉત્તરાખંડ, હરિયાણા, ઝારખંડ, અને પશ્ચિમ બંગાળ સામેલ છે. हैं.
આ રાજ્યોમાં પણ વધી દૈનિક મોતોની સંખ્યા....
એપ્રિલની બીજા અઠવાડિયા સુધી ઉત્તરાખંડમાં કોરોનાથી દરરોજ મરનારાઓની સંખ્યા ઓછી હતી, પરંતુ હવે આવી સંખ્યા 150ને પાર પહોંચી ગઇ છે. છેલ્લા એક મહિનામાં ઉત્તરાખંડમાં 3,700થી વધુ મોત નોંધાયા છે. ઝારખંડમાં અત્યાર સુધી નોંધવામાં આવેલા 70 ટકા મોત (3,853માંથી 2,678) છેલ્લા એક મહિનામાં થયા છે. બિહાર, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાં ગયા મહિનામાં અડધાથી વધુ મોતો નોંધાઇ છે.
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ, ભારત બન્યો વિશ્વનો ત્રીજો દેશ...
ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ પહોંચી ગયો છે. આ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિશ્વમાં કુલ મૃત્યુઆંકની 5.95 લાખ સાથે અમેરિકા પ્રથમ અને 4.22 લાખ સાથે બ્રાઝિલ બીજા ક્રમે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ.....
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 15 હજાર 221
કુલ મોત - 2 લાખ 49 હજાર 992