શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 1379 કેસ
સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે અત્યાર સુધીમાં 72,088 દર્દીઓ સ્વસ્થ થયા છે અને હાલમાં દિલ્હીમાં 25620 એક્ટિવ કેસ છે.
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર અત્યાર સુધીમાં 1,00,823 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. છેલ્લા 24 કલાકમં કોરોનાના નવા 1379 કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે અત્યાર સુધીમાં 72,088 દર્દીઓ સ્વસ્થ થયા છે અને હાલમાં દિલ્હીમાં 25620 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી દિલ્હીમાં 3115 લોકોના મોત થયા છે.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જ જણાવ્યું કે દિલ્હીમાં કોવિડ-19 સંબંધી ટેસ્ટની સંખ્યા આશરે એક મહિનામાં 5,481 વધીને 18,766 થઈ ગઈ છે. ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા છતા દિલ્હીમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં સંક્રમણ દર આશરે 30 ટકાથી ઘટીને 10 ટકા થઈ ગયો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યું કે સરકાર પોતાની હોસ્પિટલોમાં કોવિડ 19 દર્દીઓ માટે આઈસીયૂ બેડથી ક્ષમતા વધારવાનો દરેક પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું લોકનાયક જયપ્રકાશ અને રાજીવ ગાંધી સુપર સ્પેશલિટી હોસ્પિટલમાં તેની સંખ્યા વધારી ક્રમશ 180 અને 200 કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement