Covid 19: ફરી ડરાવી રહ્યો છે કોરોના, દેશમાં એક જ દિવસમાં કોરોનાથી પાંચ લોકોના મોત, 335 નવા કેસ નોંધાયા
Covid 19: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રવિવારે કોરોના સંક્રમણને કારણે પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે 335 નવા કેસ નોંધાયા હતા
Covid 19: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રવિવારે કોરોના સંક્રમણને કારણે પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે 335 નવા કેસ નોંધાયા હતા. આનાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્રએ રાજ્યો માટે નિર્દેશ જાહેર કર્યા છે. કર્ણાટકમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યા છે. રાજ્યોને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ સુધાંશ પંતે કહ્યું છે કે દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. કેરળ અને તમિલનાડુમાં જેએન-1 વેરિઅન્ટના બે કેસ મળી આવ્યા છે. આ માટે રાજ્યોએ લોકોને માસ્ક પહેરવાની અને ભીડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
COVID-19 Update: No cause for panic over JN.1 subvariant, says INSACOG Chief
— ANI Digital (@ani_digital) December 18, 2023
Read @ANI Story | https://t.co/IIjhBGvqpK#COVID19 #INSACOG #Kerala pic.twitter.com/ZpQ4di0wZ4
કર્ણાટકના આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે અહીં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અધિકારીઓને આવા લક્ષણો અને શંકાસ્પદ કેસ ધરાવતા લોકોમાં ટેસ્ટિંગ વધારવા અને સરહદી જિલ્લાઓમાં દેખરેખ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને હાલના તબક્કે લોકોની અવરજવર અને એકઠા થવા પર કોઈ પ્રતિબંધની જરૂર નથી.
કેરળમાં કોરોના JN.1ના નવા સબવેરિયન્ટની પુષ્ટી થયા બાદ આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. વાસ્તવમાં કેરળની 79 વર્ષીય મહિલામાં તેની પુષ્ટી થઈ હતી. મહિલાનું RT-PCR ટેસ્ટનું પરિણામ 18 નવેમ્બરે આવ્યું હતું. જેમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19માંથી સ્વસ્થ થઈ ગઈ છે. અગાઉ સિંગાપોરથી પરત આવેલા તમિલનાડુના એક વ્યક્તિમાં પણ JN.1 સબ-વેરિયન્ટ મળી આવ્યો હતો. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો રહેવાસી હતો અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો.
નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન કોવિડ ટાસ્ક ફોર્સના સહ-અધ્યક્ષ રાજીવ જયદેવનના જણાવ્યા અનુસાર, 'JN.1 એ ગંભીર રીતે રોગપ્રતિકારક વિરોધી અને ઝડપથી ફેલાતો પ્રકાર છે, જે XBB અને આ વાયરસના અગાઉના તમામ વેરિઅન્ટથી અલગ છે. તે એવા લોકોને સંક્રમિત કરવામાં સક્ષમ છે જેમને અગાઉ કોવિડ ચેપ લાગ્યો હોય અને જેમને રસી આપવામાં આવી હોય.