શોધખોળ કરો
Advertisement
દેશના આ મહત્વનાં રાજ્યમાં ફરી લોકડાઉન લદાવાની શક્યતા, રાજ્ય સરકારે કેન્દ્રને મોકલી રીલોકની દરખાસ્ત
સીએમ કેજરીવાલ તે બજારોને બંધ કરાવવાની વાત કહી જ્યાં કોરોનાના કેસો સામે આવ્યા છે. દિલ્હીમાં લગ્ન સમારોહમાં આવનારા લોકોની સંખ્યા પણ ઘટાડી દીધી છે. લગ્ન સમારોહમાં હવે માત્ર 50 લોકો જ સામેલ થઇ શકશે
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાનો કેર સતત વધતા રાજ્યની કેજરીવાલ સરકાર હરકતમાં આવી ગઇ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાને લઇને પ્રેસ કૉન્ફરન્સમાં બતાવ્યુ કે, અમે કેન્દ્ર સરકારને લૉકડાઉન માટે એક નાનો પ્રસ્તાવ મોકલ્યો છે, આ આંશિક લૉકડાઉન હશે.
સીએમ કેજરીવાલ તે બજારોને બંધ કરાવવાની વાત કહી જ્યાં કોરોનાના કેસો સામે આવ્યા છે. દિલ્હીમાં લગ્ન સમારોહમાં આવનારા લોકોની સંખ્યા પણ ઘટાડી દીધી છે. લગ્ન સમારોહમાં હવે માત્ર 50 લોકો જ સામેલ થઇ શકશે. કેજરીવાલે કહ્યું કે, ભીડ વધવા કે પછી કૉવિડ પ્રૉટોકોલનુ પાલન ના કરવા પર બજાર બંધ કરાવી દેવામાં આવશે. આના પરથી માની શકાય કે દિલ્હીમાં ફરી એકવાર લૉકડાઉન લાદવામાં આવી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર પાસે નાના સ્તર પર લૉકડાઉન લગાવવાની માંગ કરી છે.
દિલ્હીની કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકાર પાસે એક પ્રસ્તાવ મુક્યો છે, જેમાં દિલ્હીમાં કોરોનાના કાબુમાં લેવા માટે નાના સ્તર પર લૉકડાઉન લગાવવી માંગ કરાઇ છે. પ્રસ્તાવ પ્રમાણે, જરૂર મુજબ કેટલાક બજારો બંધ કરાય તેવી માંગ છે. આ વાતને લઇને એબીપી ન્યૂઝ પર રણદીપ ગુલેરિયાએ પણ મોટુ નિવેદન આપ્યુ, તેમને કહ્યું કે આ કોરોનાનો અંતિમ તબક્કો છે તેવુ કહેવુ વહેલુ ગણાશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની કેજરીવાલ સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પણ ફરી એકવાર લૉકડાઉનની સંભાવના દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, હાલ અહીં 4 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં સૌથી વધુ કેસ દિલ્હીમાંથી જ સામે આવ્યા છે. દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધુ 8500 કેસ સામે આવ્યા હતા. વળી, છેલ્લા એક અઠવાડિયામાં 51 હજારથી વધુ કેસો નોંધાયા છે, એટલુ જ નહીં દિલ્હીમાં શુક્રવારથી દરરોજ 90 લોકોના મોત થઇ રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement