(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases Today: ભારતમાં કોરોનાના દૈનિક કેસ 1.59 લાખને પાર, પોઝિટિવિટી રેટ 10.21%
દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.
India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,59,632 નવા કેસ નોંધાયા છે અને 327 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,863 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,53,603 પર પહોંચી છે. ગઈકાલે 1.41 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ કેસ 3623 થયા છે.
શનિવારે કેટલા કેસ નોંધાયા હતા
શનિવારે 1,41,986 નવા કેસ નોંધાયા હતા અને 285 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 40,895 સંક્રમિતો સાજા થયા હતા.શુક્રવાર 1.30 લાખ કેસ નોંધાયા હતા.
એક્ટિવ કેસઃ 5,90,611
કુલ ડિસ્ચાર્જઃ 3,44,53,603
કુલ મૃત્યુઆંકઃ4,83,790
કુલ રસીકરણઃ 151,57,60,645
અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં સતત બીજા દિવસે પાંચ હજારથી વધુ નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. આ દરમિયાન અમદાવાદમાં કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે. શનિવારે મે મહિના બાદ કોરોનાના નવા ૨૫૨૧ કેસ નોંધાતા નવા વર્ષમાં જાન્યુઆરીના આરંભના આઠ દિવસમાં શહેરમાં કોરોનાના 12૨ હજારથી વધુ કેસ નોંધાવા પામ્યા છે.શનિવારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.૫૫૯ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.નમાર્ચ-૨૦૨૦થી અમદાવાદ શહેરમાં કોરોના મહામારી શરુ થયા બાદ 8 જાન્યુઆરી સુધીમાં કોરોનાના કુલ કેસ ૨,૪૯,૦૧૧ના આંક સુધી પહોંચ્યા છે. 8 જાન્યુઆરી સુધીમાં ૨,૩૬,૮૫૯ દર્દી કોરોનામુકત થયા છે.
India reports 1,59,632 fresh COVID cases, 40,863 recoveries, and 327 deaths in the last 24 hours
— ANI (@ANI) January 9, 2022
Daily positivity rate: 10.21%
Active cases: 5,90,611
Total recoveries: 3,44,53,603
Death toll: 4,83,790
Total vaccination: 151.58 crore doses pic.twitter.com/Qmm2qQcHOS