શોધખોળ કરો

Covid 19 Cases: સાવધાન કોરોનાએ સ્પીડ પકડી, 7 મહિના બાદ રેકોર્ડ એક જ દિવસમાં નોંધાયા 3824 નવા કોરોના કેસ, જાણો ડિટેલ્સ

દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના કેસ વધી રહ્યાં છે. દિલ્હીમાં શનિવારના કોરોના વાયરસના સંક્રમણના 416 નવા કેસ સામે આવ્યા છે અને તેનું સંક્રમણ 14.37 ટકા રહ્યું છે

Covid 19 Cases: ફરી એકવાર સાવધાન રહેવાની જરૂર છે, દેશમાં ફરી એકવાર કોરોનાનાએ સ્પીડ પકડી લીધી છે. 184 દિવસ બાદ એટલે કે 7 મહિના બાદ દેશમાં એક જ દિવસમાં રેકોર્ડ કોરોનાના નવા કેસો નોંધાયા છે, આ કેસોને જોતા કોરોનાથી સાવધાન રહેવાની જરૂર છે. 

દેશમાં કોરોના ફરી વકર્યો - 
દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના કેસ વધી રહ્યાં છે. દિલ્હીમાં શનિવારના કોરોના વાયરસના સંક્રમણના 416 નવા કેસ સામે આવ્યા છે અને તેનું સંક્રમણ 14.37 ટકા રહ્યું છે. આ છેલ્લા સાત મહિનામાં એક દિવસમાં સૌથી વધુ કેસ. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સંક્રમણથી એકનુ મોત પણ થયુ છે અને આ દરમિયાન દર્દીઓની સંખ્યા વધીને 26,529 થઈ ગઈ છે.

સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, દિલ્હીમાં ગુરુવારે 12.48 ટકાના સંક્રમણ દર સાથે 295 કેસ સામે આવ્યા હતા. આ ગયા વર્ષે 31 અગસ્ટ પછી પ્રથમવાર બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 300 કેસ નોંધવામાં કરવામાં આવ્યા હતા, અને બે દર્દીઓના મોતની પણ પુષ્ટી કરવામાં આવી છે. દિલ્હીમાં 31 ઓગસ્ટે 377 કેસ નોંધવામાં આવ્યા હતા. 

દેશમાં H3N2 ઇન્ફ્લૂએન્જાના કેસમાં ઝડપથી થઇ રહેલી વૃદ્ધિ વચ્ચે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં નવા કૉવિડ કેસોની સંખ્યા ઝડપથી આગળ વધી છે. નવા કેસ સામે આવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણની સંખ્યા વધીને 20,10,312 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, શુક્રવારના રોજ 2,895 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી.

Corona Virus : દેશમાં કોરોના રોકેટ ગતિએ, ભારતને લઈ WHOની ચેતવણી - 

Corina Virus Cases in India : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે જેને મોદી સરકારની ચિંતા વધારી છે. દેશમાં હવે કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 3000થી વધુ થઈ ગઈ છે, જે માત્ર 9 દિવસમાં બમણી થઈ ગઈ છે. જ્યારે કોવિડના દૈનિક કેસોમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સતત વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખી દેશના ઘણા રાજ્યોએ કેસોને નિયંત્રણમાં રાખવાની વ્યૂહરચના પર કામ કરવા માટે મહત્વપૂર્ણ બેઠકો યોજી છે. જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ પણ ભારતને લઈને મોટું એલર્ટ આપ્યું છે. WHOનું કહેવું છે કે, 27 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધીમાં દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં ભારતમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ સરકારે થોડા દિવસો સુધી આ અંગે ઘણી મહત્વપૂર્ણ બેઠકો કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેઓ દિલ્હીમાં કોવિડ-19ના વધતા કેસ પર નજર રાખી રહ્યા છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

હકારાત્મક નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ટેસ્ટમાં કોવિડ-પોઝિટિવ આવતા તમામ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહી છે જેથી કરીને કોઈપણ નવા પ્રકારને ઓળખી શકાય. તેમણે કહ્યું હતું કે, દિલ્હીની તમામ સરકારી હોસ્પિટલોને કોવિડ દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ જાળવવા સૂચના આપવામાં આવી છે. જ્યારે સીએમ કેજરીવાલે પણ કહ્યું હતું કે, હાલ માસ્કને લઈને કેન્દ્ર તરફથી કોઈ નવી માર્ગદર્શિકા મળી નથી. કોઈપણ માર્ગદર્શિકા પ્રાપ્ત થતાં જ તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસે વધાર્યુ ટેંશન
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સોલાપુરમાં માર્ચમાં 20.05 ટકા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે સાંગલીમાં 17.47 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે સૌથી વધુ છે. અધિકારીઓએ કહ્યું છે કે, મુંબઈ, પુણે, થાણે, રાયગઢ, નાસિક અને સાંગલી જેવા જિલ્લાઓમાં દૈનિક કોવિડ કેસોની સંખ્યા સૌથી વધુ છે. જ્યારે રાજ્ય સરકારે લોકોને ભીડવાળી જગ્યાએ એકઠા થવાનું ટાળવાની અપીલ કરી છે. કોરોના ચેપના ફેલાવાને રોકવા માટે માસ્કનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ
કોરોનાના કેસમાં વધારો થયા બાદ કેરળમાં સરકારે પણ પોતાના ગિયર કડક કરી દીધા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું કે તેમણે તમામ જિલ્લાઓને નિર્દેશ આપ્યા છે કે, તેઓ તમામ કોવિડ-19 કેસની જાણ આરોગ્ય વિભાગને કરે. તેમણે કહ્યું હતું કે, ગંભીર રોગોથી પીડિત લોકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને બાળકોએ ખૂબ કાળજી લેવી જોઈએ. લોકોએ માસ્ક પહેરવા જોઈએ. જો કોઈને કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા હોય, તો તેમણે તરત જ તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
Embed widget