Covid-19 LIVE Updates: દિલ્હીમાં કોરોના વાયારસના 20 હજારથી વધુ નવા કેસ, 7 લોકોના મોત
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.
LIVE
Background
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.નવા કેસ નોંધાયા છે અને 285 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,895 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,12,740 પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 21 ટકા વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે 1.30 લાખ કેસ નોંધાયા હતા.ઓમિક્રોનના કુલ કેસ 3071 થઈ ગયા છે.
દેશમાં કોવિડ અને ઓમિક્રોન કેસો સતત વધતા જતા હોવાથી કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રિય પ્રવાસીઓ તેમજ ઓમિક્રોનના હળવા લક્ષણો તથા લક્ષણો વિનાના દર્દીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.
કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8906 નવા કેસ
કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 8906 નવા કોવિડ કેસ, 508 ડિસ્ચાર્જ અને 4 મૃત્યુ નોંધાયા
સક્રિય કેસ: 38,507
કુલ ડિસ્ચાર્જઃ 29,63,056
મૃત્યુઆંક: 38,366
પશ્ચિમ બંગાળ કોરોના કેસ
પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં 18,802 નવા કોવિડ કેસ, 8,112 રિકવરી અને 19 મૃત્યુ નોંધાયા છે
સક્રિય કેસ: 62,055
મૃત્યુઆંક: 19,883
પશ્ચિમ બંગાળમાં કોરોનાના 18802 કેસ
ગુજરાતમાં કોરોના વાયરસના 5677 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાયરસના 5677 કેસ નોંધાયા છે. 1359 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં 8,22,900 દર્દીઓ સાજા થયા છે. રાજયમાં સાજા થવાનો દર 96.14 ટકા છે.