Update: મધ્યપ્રદેશમાં મળ્યા કોરોનાના 52 નવા કેસો, આ શહેરોમાં ફાટી નીકળ્યો રાફડો, જુઓ....
કોરોના અંગે માહિતી આપતા અધિકારીએ બતાવ્યુ કે, છેલ્લા કેટલાક મહિનાઓ બાદ રાજ્યમાં એક જ દિવસમાં કૉવિડ-19ના 50થી વધુ કેસ નોંધાયા છે
Corona in MP: મધ્યપ્રદેશમાં બુધવારે કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. કોરોનાના નવા 52 કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોનાની ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા વધીને હવે 226 થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોના દર્દીનું મોત થયું નથી, કોરોનાની આ માહિતી એક અધિકારીએ આપી હતી.
શું કહેવું છે મધ્યપ્રદેશ સરકારનું -
કોરોના અંગે માહિતી આપતા અધિકારીએ બતાવ્યુ કે, છેલ્લા કેટલાક મહિનાઓ બાદ રાજ્યમાં એક જ દિવસમાં કૉવિડ-19ના 50થી વધુ કેસ નોંધાયા છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ 10,55,453 કેસ સામે આવી ચૂક્યા છે. અધિકારીએ કહ્યું કે, કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 10,777 રહ્યો છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી કોઈનું મૃત્યુ થયું નથી. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં કૉવિડ -19થી સાજા થયેલા લોકોની સંખ્યા 10,44,450 છે, જ્યારે સારવાર લેનારા દર્દીઓની સંખ્યા હવે 226 છે. મંગળવારે ભોપાલમાં 14, ઇન્દોરમાં સાત, ગ્વાલિયરમાં ત્રણ, જબલપુરમાં બે, હરદામાં બે, રાજગઢમાં ચાર, હોશંગાબાદમાં એક, આગર માલવામાં એક, સાગરમાં બે કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા હતા.
ઇન્દોરમાં કૉવિડ-19ના ડિસ્ટ્રિક્ટ મૉનિટરિંગ ઓફિસર અમિત માલાકારે બતાવ્યુ કે, જિલ્લામાં 10 નવા કેસ સામે આવ્યા બાદ હવે જિલ્લામાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યા 44 છે. તેમણે કહ્યું કે 10 નવા દર્દીઓમાંથી એક હોસ્પીટલમાં ભરતી છે, અને નવ દર્દીઓ ઘરમાં આઇસૉલેશનમાં રહે છે. ભોપાલ અને ઈન્દોર કોરોના સંક્રમણના મામલામાં હૉટસ્પૉટ બન્યા છે. સૌથી વધુ સંક્રમિત દર્દીઓ આ શહેરોમાં જ જોવા મળી રહ્યા છે.
India Corona Update: દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,158 નવા કેસ નોંધાયા છે અને એક્ટિવ કેસની સંખ્યા 44,998 પર પહોંચી છે.
એપ્રિલ મહિનામાં નોંધાયેલા કેસ
- 12 એપ્રિલ 7830 નવા કેસ, 16નાં મૃત્યુ
- 11 એપ્રિલ 5676 નવા કેસ, 21નાં મૃત્યુ
- 10 એપ્રિલ 5880 નવા કેસ 14નાં મૃત્યુ
- 9 એપ્રિલ 5357 નવા કેસ,11નાં મૃત્યુ
- 8 એપ્રિલ 6155 નવા કેસ 11નાં મૃત્યુ
- 7 એપ્રિલ 6050 નવા કેસ, 14નાં મૃત્યુ
- 6 એપ્રિલ 5335 નવા કેસ, 6નાં મૃત્યુ
- 5 એપ્રિલ 4435 નવા કેસ, 12નાં મૃત્યુ
- 4 એપ્રિલ 3038 નવા કેસ, 7નાં મૃત્યુ
- ૩ એપ્રિલ 3641 નવા કેસ, 11નાં મૃત્યુ
- 2 એપ્રિલ 3824 નવા કેસ, 4નાં મૃત્યુ
- 1 એપ્રિલ 2994 નવા કેસ, 9નાં મૃત્યુ
Covid-19 | India reports 10,158 new cases in last 24 hours; the active caseload stands at 44,998
— ANI (@ANI) April 13, 2023
(Representative Image) pic.twitter.com/yS0pdGdjbf