શોધખોળ કરો
જયપુરની કંપનીએ કોરોના યોદ્ધાની મદદ માટે બનાવ્યો રોબોટ, થર્મલ સ્ક્રીનિંગ સહિતના કરશે આ કામ
કંપનીના એમડી ભુવનેશ મિશ્રાએ કહ્યું, આ રોબોટ થર્મલ સ્ક્રીનિંગ કરી શકે છે. ઉપરાંત કોણે માસ્ક પહેર્યુ નથી અને કોણે પહેર્યુ છે તે પણ જણાવે છે.

જયપુરઃ દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. સંકટના આ સમયમાં રાજસ્થાનથી સારા સમાચાર આવ્યા છે. જયપુર સ્થિત કંપની ક્લબ ફર્સ્ટે સ્વાસ્થ્ય કર્મીઓની મદદ માટે અનોખો રોબોટ તૈયાર કર્યો છે. જે ન માત્ર થર્મલ સ્ક્રીનિંગ કરી શકે છે પરંતુ કોણે માસ્ક પહેર્યુ છે અને કોણે નહીં તે પણ બતાવે છે.
કંપનીના એમડી ભુવનેશ મિશ્રાએ કહ્યું, આ રોબોટ થર્મલ સ્ક્રીનિંગ કરી શકે છે. ઉપરાંત કોણે માસ્ક પહેર્યુ નથી અને કોણે પહેર્યુ છે તે પણ જણાવે છે. અમારું 95% ઉત્પાદન ભારતમાં થયું છે. સ્પાઈન ટેક્નોલોજી પર બનેલો આ વિશ્વનો પ્રથમ રોબોટ છે. રોબોટ કોઈ લાઈન કે ચુંબકીય પાથને અનુસરતો નથી અને આપમેળે જ નેવિગેટ કરે છે.
કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવી રાખવાના નિયમનું પાલન કરવું ફરજિયાત છે. આ કારણે સરકાર તેના પાલન પર સતત ભાર આપી રહી છે. થર્મલ સ્ક્રીનિંગ દ્વારા શરીરનું તાપમાન માપવામાં આવે છે અને તેના લક્ષણોની ઓળખ કરવામાં આવે છે. રોબોટના કારણે આ કામ વધુ આસાન થઈ જશે.Rajasthan: Club First, a Jaipur based company has developed robots to help health workers amid #COVID19 pandemic. Bhuvanesh Mishra, MD says,"The robot can do thermal screening, it can also identify if a person is wearing a mask or not." pic.twitter.com/5uwAKDOT5w
— ANI (@ANI) May 16, 2020
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે રાજસ્થાનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4727 પર પહોંચી છે. 125 લોકોના મોત થયા છે અને 2677 લોકો સાજા થઈ ગયા છે.Our product is 95% made in India. It is the world's first robot that is based on spine technology which helps robot balance anything it handles. The robot doesn't follow any line or magnetic path, it self-navigates: Bhuvanesh Mishra, Managing Director of Club First #Rajasthan pic.twitter.com/ZC93Rlu7HM
— ANI (@ANI) May 16, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement