શોધખોળ કરો
દેશના આ રાજ્યમાં 3થી વધારે લોકોના એકઠા થવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ, રાત્રિ કર્ફ્યુ પણ લગાવાયો, જાણો વિગત
ન્યૂઝ એજન્સી ANI મુજબ, રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ શ્રીનગરમાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

શ્રીનગરઃ દેશમાં અનલોક-3ની શરૂઆત થવાની સાથે કોરોના કેસ સતત વધી રહ્યા છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ ચાર દિવસમાં જ ભારતમાં બે લાખથી વધારે કેસ નોંધાયા છે. જમ્મુ-કાશ્મીરમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ, રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ જમ્મુ-કાશ્મીર સરકારે મૂવમેન્ટ પર નિયંત્રણ લાદયું છે અને ત્રણ કે તેથી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ ઉપરાંત રાત્રિ મૂવમેન્ટ પણ બંધ કરી દેવામાં આવી છે. શ્રીનગરમાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આજે કોરોનાના 390 કેસ નોંધાયા હતા અને 10 લોકોના મોત થયા હતા. રાજ્યમાં આજે 824 લોકો સાજા થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 22,396 પર પહોંચી છે. જેમાંથી 7123 એક્ટિવ કેસ છે, 14,856 લોકો સાજા થઈ ગયા છે અને 417 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 52,050 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 803 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18,55,746 પર પહોંચી છે અને 38,938 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી કેટલા ટકા પુરુષોના થયા મોત ? 50 ટકાથી વધુ મૃતકો કેટલી ઉંમરના છે, જાણો વિગતે IPL 2020ના સૌથી મોટા સમાચાર, મુખ્ય સ્પોન્સર વીવોને લઈ શું લેવામાં આવ્યો નિર્ણય, જાણો વિગતે રામ મંદિર ભૂમિ પૂજનઃ આ દિગ્ગજ હસ્તીઓ નહીં થાય કાર્યક્રમમાં સામેલ, જાણો વિગત
વધુ વાંચો





















