શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગૃહ મંત્રાલયે 31 જાન્યુઆરી સુધી લંબાવી ગાઈડલાઈન, કોરોનાના નવા સ્ટ્રેનથી સતર્ક રહેવા અપીલ
ગૃહમંત્રાલયે બ્રિટનમાં આવેલા કોરોનાના નવા સ્ટેનનો ઉલ્લેખ કરતા કહ્યું કે વધારે સાવધાની રાખવાની જરૂર છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે કોરોનાના નવા સ્ટ્રેનથી સતર્ક રહેવાની જરૂર છે.
નવી દિલ્હી: કોરોના વાયસને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31 જાન્યુઆરી સુધી ગાઈડલાઈન લંબાવી છે. ગૃહમંત્રાલયે બ્રિટનમાં આવેલા કોરોનાના નવા સ્ટેનનો ઉલ્લેખ કરતા કહ્યું કે વધારે સાવધાની રાખવાની જરૂર છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે કોરોનાના નવા સ્ટ્રેનથી સતર્ક રહેવાની જરૂર છે.
કેંદ્રીય ગૃહ મંત્રાલય સોમવારે કહ્યું કે, દેશમાં ગત દિવસોમાં કોરોનાના એક્ટિવ કેસ અને નવા કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે તેમ છતાં દુનિયામાં કોરોના સંક્રમણના વધતા કેસો અને તેના નવા પ્રકારને જોતા સતત સાવધાની રાખવાની જરૂર છે. ગાઈડલાઈનમાં કન્ટેનમેન્ટ ઝોનમાં ખાસ સાવચેતી રાખવાની વાત કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, એક દિવસમાં કોરોનાના 20,021 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણના કેસો વધીને આજે 1,02,07,871 થઈ ચુક્યા છે. જેમાં 97.82 લાખથી વધારે લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડાઓ પ્રમાણે વધુ 279 લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 1,47,901 થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion