Coronavirus Update: મહારાષ્ટ્રથી કર્ણાટક સુધી આઉટ ઓફ કન્ટ્રૉલ થયો કોરોના, દિલ્હીમાં કૉવિડ-19ના નવા 13 હજાર કેસ, જાણો......
જો દિલ્હીની વાત કરીએ તો અન્ય રાજ્યોની સરખામણીમાં રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,785 કેસો નોંધાયા છે.
India Coronavirus: કોરોનાની ત્રીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવીને મુકી દીધો છે. ઝડપથી વધતા કોરોનાના કેસોને લઇને સરકાર ચિંતિત છે. કેરળમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઉછાળો જોવા મળી રહ્યો છે, અહીં છેલ્લા 24 કલાકમાં 34,199 કેસો નોંધાયા છે. તો વળી આ દરમિયાન 49 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1,68,383 થઇ ગઇ છે. વળી, અત્યાર સુધી કેરળમાં મહામારીથી મરનારાઓનો આંકડો 51 હજાર થઇ ગયો છે.
જો દિલ્હીની વાત કરીએ તો અન્ય રાજ્યોની સરખામણીમાં રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,785 કેસો નોંધાયા છે. આ દરમિયાન 35 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં 43,697 કેસો જોવા મળ્યા છે. તો વળી 49 લોકોના મોત થયા છે. જાણકારી અનુસાર છેલ્લા 24 કલાકમાં 214 કેસો ઓમિક્રૉન વેરિએન્ટના નોંધાયા છે. કર્ણાટકમાં પણ કોરોનાનો કેસ સતત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 40,499 કેસો છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. વળી 21 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો.........
વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે
ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે
IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.
ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા
Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો