(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો
સાઉથ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ વન-ડેમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
Highest run-scorer overseas for India in ODIs: સાઉથ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ વન-ડેમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ વન-ડેમાં વિરાટ કોહલી નવમો રન ફટકાર્યો એ સાથે જ મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.
વિદેશમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો કોહલી
સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વન-ડેમાં વિરાટ કોહલીએ નવ રન ફટકારવાની સાથે જ વન-ડે ક્રિકેટમાં ભારત તરફથી વિદેશમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પાછળ છોડી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
વન-ડેમાં વિદેશમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
ખેલાડી મેચ રન
વિરાટ કોહલી 108 5066*
સચિન તેંડુલકર 147 5065
એમએસ ધોની 145 4520
રાહુલ દ્રવિડ 117 3998
નોંધનીય છે કે સાઉથ આફ્રિકાએ ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચમાં ભારતને 31 રનથી હાર આપી હતી. આ સાથે સાઉથ આફ્રિકાએ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. 297 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 265 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શિખર ધવને 79, વિરાટ કોહલીએ 51 અને શાર્દુલ ઠાકુરે અણનમ 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકા તરફથી એનગિજી, તબરેઝ શમ્સી અને ફેબલુકવાયોએ બે-બે વિકેટ ઝડપી હતી.
Budget 2022: પગારદાર વર્ગને બજેટમાં નાણામંત્રી પાસેથી આ અપેક્ષાઓ છે, 80Cમાં કર મુક્તિ વધવાની આશા
બજારમાંથી બનાવેલ સ્માર્ટ આધાર કાર્ડ માન્ય નહીં રહે, જાણો UIDAI એ શું કહ્યું.....
માત્ર ધુમ્રપાનના કારણે વીમા કંપની કેન્સરનો દાવો નકારી શકે નહીં, જાણો કોણે આપ્યો ચુકાદો