ભારતમાં બાળકો માટેની કોરોનાની રસી આવી જશે એક મહિનામાં, જાણો આરોગ્ય મંત્રી માંડવિયાએ કરી શું મોટી જાહેરાત ?
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બાળકોની રસીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભાજપની પાર્લામેન્ટરી પાર્ટી મીટિંગમાં માંડવિયાએ બાળકો માટેની કોરોના રસી ઓગસ્ટમાં આવી શકે છે, તેમ જણાવ્યું હતું.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના રસીકરણ જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે લોકો બાળકો માટેની કોરોનાની રસીની પણ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બાળકોની રસીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભાજપની પાર્લામેન્ટરી પાર્ટી મીટિંગમાં મનસુખ માંડવિયાએ બાળકો માટેની કોરોના રસી ઓગસ્ટમાં આવી શકે છે, તેમ જણાવ્યું હતું.
European Medicines Agency (EMA) એટલેકે યૂરોપિયન ઐષધિ નિયંત્ર એજન્સીએ 12 થી 17 વર્ષના બાળકો માટે મોડર્નાની વેક્સિનને મંજૂરી આપી છે. આ રસી તમામ યૂરોપિયન દેશોમાં આ ઉંમરના બાળકોને લગાવાશે. યૂરોપમાં બાળકોને અપાનારી આ બીજી રસી હશે. EMA એ કહ્યું 12 થી 17 વર્ષના બાળકો માટે Spikevax vaccine 18 વર્ષથી મોટા લોકોને અપાય છે તે જ છે. તેનો મોડર્ના બ્રાંડ નામથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એમ્સટર્ડમ સ્થિત સંસ્થાએ આ પહેલા ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનને મંજૂરી આપી હતી.
સંસ્થાએ તેના નિવેદનમાં જણાવ્યું કે, Spikevax vaccineના પ્રભાવનું પરિણામ જાણવા 12 થી 1 7 વર્ષના 3732 બાળકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે રસીથી બાળકોના શરીરમાં કોરોના વિરોધી મજબૂત એન્ટીબોડી બને છે. આ એન્ટીબોડી 18 થી 25 વર્ષના યુવાનોમાં બને તેવી જ તેમના શરીરમાં બને છે. જેવી રીતે યુવાનોમાં રસી લીધા બાદ તાવ, માથુ, થાક જેવી અસર જોવા મળે છે તેવું જ કિશોરોમાં પણ થાય છે.
યૂરોપિયન યૂનિયને કહ્યું કે, અત્યાર સુધીમાં 20 કરોડ લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવી ચુક્યા છે. અહીંયા 5 થી 11 વર્ષના બાળકો પર પણ વેક્સિનેશન ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ બાળકોને 10 માઈક્રોગ્રામના બે ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ ડોઝ કિશોર તથા યુવાઓને અપાતી રસીનો ત્રીજો ભાગ છે.
દેશમાં સતત બીજા દિવસે કોરોનાના મામલા 40 હજારથી ઓછા નોંધાયા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 39,097 નવા કેસ નોંધાયા છે અને 546 લોકોના મોત થયા છે. આ પહેલા શુક્રવારે 35,342 નવા મામલા આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 35,087 લોકો કોરોનાથી ઠીક થયા હતા. એટલેકે એક્ટિવ કેસમાં 3464નો વધારો થયો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે. જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ 1.30 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસ મામલે ભારત વિશ્વમાં સાતમા ક્રમે છે. કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.