Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગ પાણીમાં કેમ?
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં વગર વરસાદે ભર શિયાળામાં ભરાયા ઘૂંટણસમા પાણી. ગટરિયા પાણીથી નિકોલ વિસ્તારના ગોપાલ ચોકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જેના કારણે વાહનચાલકો, લોકોની મુશ્કેલીનો કોઈ પાર ન રહ્યો. એટલું જ નહીં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાની ફરજ પડી. AMCના 1200 કરોડની ખારીકટ કેનાલના નવીનીકરણની કામગીરી સમયે કાવ્યા પમ્પિંગ આગળની લાઈન તૂટતા ડ્રેનેજના પાણી ફરી વળ્યા. ચારેકોર ગટરના પાણી બેક મારવાના કારણે સ્થાનિકોએ મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવીને આક્રોશ વ્યક્ત કર્યો.
અમદાવાદનો બાપુનગર વિસ્તાર. અહીં પણ અનિલ સ્ટાર્ચ પાસે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. કારણ કે છેલ્લા બે મહિનાથી અહીં ગટરીયા પાણીની સમસ્યા છે. બે મહિનાથી ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોનું કહેવું હતું કે, અનેક વખત AMCના અધિકારીઓને લેખિત, મૌખિક અને ઓનલાઈન ફરિયાદ કરવા છતા સમસ્યાનું નિરાકરણ નથી આવતું. લોકો ગટરના પાણીમાં ચાલવા મજબુર બન્યા છે. રહીશોએ આરોપ લગાવ્યા છે કે, મહાનગરપાલિકાના મોટા મોટા આધુનિક મશીનો ફક્ત શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. ગટરીયા પાણીના મુદ્દે સ્થાનિકોએ ગઈકાલે ઉપવાસ આંદોલન પણ શરૂ કર્યું. જો કે, AMCના સત્તાધીશોએ સમસ્યાનો ઉકેલ લાવવાની બાંહેધરી આપતા સ્થાનિકોએ ઉપવાસ આંદોલન સમેટી લીધું...





















