Sky force review: રિયલ લાઇફ હિરો પર બની છે અક્ષય કુમારની આ ફિલ્મ, વીર પહાડિયાનું શાનદાર ડેબ્યૂ
આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં જાવ. પછી ફરિયાદ ના કરતા કે સારી ફિલ્મ બનતી નથી.

સંદીપ કેલવાની, અભિષેક અનિલ કપૂર
અક્ષય કુમાર, વીર પહાડિયા, સારા અલી ખાન, નિમરત કૌર, શરદ કેલકર
થિયેટર
Sky Force Review: જ્યારે ફિલ્મ એવા હીરોની વાર્તા છે જે પોતાના દેશ માટે મરવા માટે તૈયાર હોય છે અને દેશને ઘણા વર્ષોથી તેની ખબર પણ નથી હોતી, ત્યારે આ ફિલ્મ જોવાનું એક મોટું કારણ મળે છે. આ ફક્ત વૉર ફિલ્મ નથી તે ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને જ બતાવતું નથી, તે ફક્ત આપણા બહાદુર સૈનિકોને ફાઇટર પ્લેનમાં દુશ્મનોને હરાવતા જ બતાવતી નથી પરંતુ તેનાથી ઘણું બધું બતાવે છે અને આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં જાવ. પછી ફરિયાદ ના કરતા કે સારી ફિલ્મ બનતી નથી.
વાર્તા
આ વાર્તા છે એરફોર્સ પાયલટ Ajjamada boppayya devayya(veer pahariya) ની, જે એક બહાદુર પાયલટ હતા. 1965ના યુદ્ધમાં તે ગુમ થઈ ગયા, તેમની સાથે શું થયું, તેમની બહાદુરીની વાર્તા દેશ સમક્ષ કેવી રીતે આવી, તેમણે કેવી રીતે એક સરળ ફાઇટર પ્લેનથી પાકિસ્તાનના આધુનિક ફાઇટર પ્લેનનો નાશ કર્યો હતો. વિંગ કમાન્ડર ઓપી તનેજા (અક્ષય કુમાર) પોતાની વાર્તાને કેવી રીતે જીવંત કરે છે તે જોવા માટે થિયેટર્સમાં જાવ.
ફિલ્મ કેવી છે?
આ ફિલ્મ શાનદાર છે, તેની વાર્તા તેનો વાસ્તવિક આત્મા છે. એવા નાયકો છે જેમને આપણે જાણતા નથી અને તેમના કારણે જ આજે આપણો દેશ સુરક્ષિત છે. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ફક્ત યુદ્ધ પર આધારિત નથી, તે સૈનિકોના એકબીજા પ્રત્યેના પ્રેમ, આદર અને સ્નેહને દર્શાવે છે. તેમના પરિવારોની વેદના દર્શાવવામાં આવી હતી અને ભારત દુશ્મન દેશના બંધક સૈનિકોનું કેટલું સન્માન કરે છે તે દર્શાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ તમને મોહિત રાખે છે, ભાવનાત્મક બનાવે છે, ગર્વ અનુભવે છે અને એક અલગ જ અનુભૂતિ કરાવે છે. અક્ષય કુમારની વધુ એક ફિલ્મ આવી ગઇ એમ વિચારીને ફિલ્મ ન જોવાનો નિર્ણય ના કરતા. એવું ન વિચારો કે આ બીજી વોર ફિલ્મ જેવી છે, તેવું ના વિચારતા.
એક્ટિંગ
અક્ષય કુમાર અદભૂત છે, તે યુનિફોર્મમાં એક અલગ જ કરિશ્મા પેદા કરે છે. ઘણા સમય પછી તે આટલા અદભૂત ભૂમિકામાં જોવા મળ્યો છે. વીર પહાડિયાએ શાનદાર ડેબ્યૂ કર્યું છે. તે અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર સામે ટકી શક્યો તે મોટી વાત છે. તેમની મહેનત સ્પષ્ટ દેખાય છે. શરદ કેલકરનું પાત્ર મહત્વપૂર્ણ છે અને તેણે ખૂબ જ સારું કામ કર્યું છે. નિમરત કૌર ખૂબ સારી છે, સારા અલી ખાનનું કામ પણ સારું છે, બાકીની કાસ્ટ સારી છે.
ડિરેક્શન
સંદીપ કેવલાની અને અભિષેક અનિલ કપૂરનું ડિરેક્શન ખૂબ જ સારું છે. તેમણે આ વાર્તા પસંદ કરી અને તેને એક અલગ શૈલીમાં રજૂ કરી હતી, જે પ્રશંસનીય છે, તે મોટી વાત છે.
મ્યૂઝિક
તનિષ્ક બાગચીનું સંગીત સારું છે, ફિલ્મની અનુભૂતિને વધારે છે અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ શાનદાર છે.
એકંદરે આ ફિલ્મ કોઈપણ કિંમતે જોવી જોઇએ.
રેટિંગ - 4 સ્ટાર
લેખકઃ અમિત ભાટિયા