શોધખોળ કરો

Covid19: કોરોનાથી લડવા માટે 'ફાઇવ ફોલ્ડ સ્ટ્રેટેજી' અપનાવે તમામ રાજ્ય, કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ

ટૂંક સમયમાં તમામ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યોને ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ યોગ્ય વર્તનની 'ફાઇવ ફોલ્ડ સ્ટ્રેટેજી' પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવાની સલાહ આપી હતી. અમે કોવિડ-19ની સજ્જતા જોવા માટે બીજી મોક ડ્રીલ હાથ ધરીશું, એમ મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવાયું છે. ટૂંક સમયમાં તમામ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે.

નોટિફિકેશન અનુસાર, દેશમાં રસીના કુલ 220.65 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ થવાના કોઈ પુરાવા નથી. સાવચેતી તરીકે ડોઝ વધારવો જોઈએ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બિમારીના કેસોની લેબોરેટરી સર્વેલન્સ અને પરીક્ષણ વધારવાની જરૂર છે.

મંત્રાલયે રાજ્યોને આરોગ્ય સુવિધાઓમાં ઈન્ફલ્યુએન્ઝા અને COVID-19 માટે આવશ્યક દવાઓ અને લોજિસ્ટિક્સની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે. આ ઉપરાંત, રાજ્યોને પર્યાપ્ત સમર્પિત પથારી અને આરોગ્ય કર્મચારીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે.

India Corona Cases: કોરોના ફરી ધારણ કરી રહ્યો છે વિકરાળ રૂપ, ફરી વધવા લાગ્યા કોવિડ-19 કેસ

India Covid-19 Update:  ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓ બાદ હવે કોરોનાના એક હજારથી વધુ કેસ સામે આવવા લાગ્યા છે. 23 માર્ચે કોવિડના કેસોમાં ઉછાળો આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1133 પોઝિટિવ કેસ નોંધાયા છે. તે જ સમયે, કોવિડને કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ કોરોનાના સક્રિય કેસોમાં પણ વધારો થયો છે. મંગળવારે, 467 સક્રિય કેસ વધ્યા, જે પછી સક્રિય કેસોની સંખ્યા વધીને 7,026 થઈ ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 662 લોકો કોરોનાથી સાજા થયા છે, અત્યારે દેશનો રિકવરી રેટ 98.8 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોવિડ-19 રસીના 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના 247 કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું.અમદાવાદ કોર્પોરેશનમાં 124, અમરેલીમાં 19, મોરબી અને સુરત કોર્પોરેશનમાં 17-17, રાજકોટ કોર્પોરેશનમાં 16, મહેસાણામાં 12, વડોદરા કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 8, સુરતમાં 6, ગાંધીનગર કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં 3-3, આણંદ અને સાબરકાંઠામાં 2-2 તથા ભાવનગર કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ખેડા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા હતા. મહેસાણામાં 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયું હતું. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1064 પર પહોંચી છે, જેમાંથી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 1058 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1267144 લોકો કોરોના સામે જંગ જીત્યા છે, જ્યારે 11049 લોકોના કોરોનાથી મોત થયા છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા

વિડિઓઝ

Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Embed widget