શોધખોળ કરો
Advertisement
COVID-19: દેશમાં મોતનો આંકડો 800ને પાર, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 26917 થઈ
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, ભારતમાં કોવિડ-19ના અત્યાર સુધીમાં 26917 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 20177 એક્ટિવ દર્દીઓ છે.
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, ભારતમાં કોવિડ-19ના અત્યાર સુધીમાં 26917 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 20177 એક્ટિવ દર્દીઓ છે. સારવાર બાદ 5914 લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં આ ખતરનાક વાયરસના કારણે 800થી વધુ લોકોના મોત થયા છે અને આ આંકડો 826 પર પહોંચી ગયો છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. ત્યારબાદ ગુજરાત અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનો નંબર આવે છે.
કયા રાજ્યામાં કેટલા કેસ ?
આંધ્રપ્રદેશ- 1097, અંદમાન નિકોબાર-33, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-36, બિહાર-251, ચંદીગઢ-30, છત્તીસગઢ-37, દિલ્હી-2625, ગોવા-7, ગુજરાત- 3071, હરિયાણામાં-289, હિમાચલ પ્રદેશ -40, જમ્મુ કાશ્મીર-494, ઝારખંડ-67, કર્ણાટક- 501, કેરળ-458, લદાખ-20, મધ્યપ્રદેશ-2096,મહારાષ્ટ્ર- 7628, મણિપુર-2, મેઘાલય-12, મિઝોરમ-1, ઓડિશા-103, પોંડીચેરી-7, પંજાબ-298, રાજસ્થાન-2083, તમિલનાડુ-1821, તેલંગણા-991, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-50, ઉત્તર પ્રદેશ-1843 અને પશ્ચિમ બંગાળ-611 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.
મહારાષ્ટ્રમાં 323, ગુજરાતમાં 133, મધ્યપ્રદેશમાં 99, દિલ્હીમાં 54, તમિલનાડુમાં 23, તેલંગાણામાં 26, આંધ્રપ્રદેશમાં 31, કર્ણાટકમાં 18, ઉત્તરપ્રદેશમાં 27, પંજાબમાં 17, પશ્ચિમ બંગાળમાં 18 અને રાજસ્થાનમાં 33 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion