Child Vaccination: ભારતમાં 12-14 વર્ષના કેટલા ટકા તરૂણોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો ? જાણો વિગત
Covid-19 Vaccine: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ટ્વિટ કરીને જણાવ્યું, દેશમાં 12 થી 14 વર્ષના 60 ટકાથી વધુ તરૂણોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે.
Child Vaccination: દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના વચ્ચે દેશમાં 12 વર્ષથી મોટા બાળકોનું રસીકરણ શરૂ થયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ટ્વિટ કરીને જણાવ્યું, દેશમાં 12 થી 14 વર્ષના 60 ટકાથી વધુ તરૂણોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે.
Over 60% of youngsters between the 12-14 age group have received the 1st dose of #COVID19 vaccine: Union Health Minister Mansukh Mandaviya
— ANI (@ANI) April 30, 2022
(Pic: Union Health Minister's Twitter account) pic.twitter.com/QoRvb5fuPM
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 18,684 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,23,803 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,33,377લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 188,89,90,935 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 22,58,059 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
દેશના ઘણા રાજ્યોમાં છેલ્લા સાત દિવસમાં ઝડપથી વધ્યા કોરોનાના નવા કેસ, આંકડામાં જાણો રાજ્યવાર સ્થિતિ
દેશના ઘણા રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીથી લઈને યુપી અને એમપી સુધીના દરેક રાજ્યમાં કોવિડ-19નો ગ્રાફ દરરોજ ઊંચો જઈ રહ્યો છે અને સાથે જ પોઝિટિવિટી રેટ પણ વધી રહ્યો છે જે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 હજાર 688 નવા કેસ નોંધાયા છે, જ્યારે સંક્રમણને કારણે 50 લોકોના મોત પણ થયા છે. ચાલોહીં જાણીએ કે છેલ્લા સાત દિવસમાં કોરોનાની રાજ્યવાર સ્થિતિ શું છે...
છેલ્લા 7 દિવસમાં દિલ્હી, યુપી સહિતના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ (28 એપ્રિલ સુધીનો ડેટા)
દિલ્હી - 7 દિવસમાં 5250 એક્ટિવ કેસ, કેસમાં 76.76%નો વધારો
મધ્ય પ્રદેશ - 95 એક્ટિવ કેસ, 7 દિવસમાં કેસમાં 66.66 ટકાનો વધારો
પંજાબ - 178 એક્ટિવ કેસ, 7 દિવસમાં 44.71 ટકાનો વધારો
બિહાર- 32 એક્ટિવ કેસ, 7 દિવસમાં કેસમાં 100% વધારો
ગુજરાત - 7 દિવસમાં 99 એક્ટિવ કેસ, કેસમાં 1.02 ટકાનો વધારો
મહારાષ્ટ્ર - 7 દિવસમાં 961 એક્ટિવ કેસ, કેસમાં 26 ટકાનો વધારો
હરિયાણા- 2238 એક્ટિવ કેસ, 7 દિવસમાં કેસમાં 55.30 ટકાનો વધારો
ઝારખંડ- 28 એક્ટિવ કેસ, 7 દિવસમાં કેસોમાં 21.73 ટકાનો વધારો
છત્તીસગઢ- 7 દિવસમાં 27 એક્ટિવ કેસ, સક્રિય કેસમાં 145.45%નો વધારો
ચંદીગઢ- 7 દિવસમાં 65 નવા કેસ, એક્ટિવ કેસમાં 195 ટકાનો વધારો
કોરોનાના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી
કોરોનાના એક્ટિવ કેસોની રાજ્યવાર સંખ્યા સ્પષ્ટપણે દર્શાવે છે કે ફરી એકવાર કોવિડ લોકોના જીવન પર પ્રભુત્વ ધરાવે છે. દરેક રાજ્યમાં નવા કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જો કે હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઓછો છે, પરંતુ જો કોરોનાના આંકડા આ જ દરે વધતા રહેશે તો સ્થિતિ ચિંતાજનક બની શકે છે, તેથી જરૂરી છે કે તમામ સાવચેતી રાખવી જોઈએ. જાહેર સ્થળોએ માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ.