(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાની લહેર કઈ બે બાબતો પર નિર્ભર છે ? જાણો એઈમ્સના પ્રોફેસરે શું કહ્યું
એઇમ્સના મેડિસિન ડિપાર્ટમેન્ટના આસિસ્ટંટ પ્રોફેસર નીરજ નિશ્ચલે કહ્યું, કોવિડ19 લહેર બે બાબતો પર નિર્ભર છે. એક વાયરસ સંબંધિત અને બીજી માનવ સંલગ્ન ફેક્ટર. વાયરસનું મ્યૂટેશન આપણા કાબુ બહારની વસ્તુ છે. તેથી કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને લહેરને ફેલાતી અટકાવી શકાય છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.
આ દરમિયાન દિલ્હી એઇમ્સના મેડિસિન ડિપાર્ટમેન્ટના આસિસ્ટંટ પ્રોફેસર નીરજ નિશ્ચલે કહ્યું, કોવિડ19 લહેર બે બાબતો પર નિર્ભર છે. એક વાયરસ સંબંધિત અને બીજી માનવ સંલગ્ન ફેક્ટર. વાયરસનું મ્યૂટેશન આપણા કાબુ બહારની વસ્તુ છે. તેથી કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને લહેરને ફેલાતી અટકાવી શકાય છે.
#COVID19 waves will depend on 2 important factors, one is virus-related & 2nd human-related factors. Mutation of virus is beyond our control. Through #COVID appropriate behaviour one can stop these waves: Neeraj Nischal, Assistant Professor Department of Medicine, AIIMS (Delhi) pic.twitter.com/z3qb6eNvMg
— ANI (@ANI) June 20, 2021
દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 13માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત છઠ્ઠા દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 58419 નવા કોરોનાના કેસ આવ્યા અને 1576 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 87,619 લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં 81 દિવસ બાદ 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
- કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 81 હજાર 965
- કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 87 લાખ 66 હજાર 009
- કુલ એક્ટિવ કેસ - 7 લાખ 29 હજાર 243
- કુલ મોત - 3 લાખ 86 હજાર 713
દેશમાં સતત 38માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ લોકોની સંખ્યા વધારે છે. 19 જૂન સુધી દેશભરમાં 27 કરોડ 66 લાખથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં અંદાજે 38 કરોડ 92 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધારે છે.
કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યામાં વિશ્વમાં બીજા ક્રમે
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.27 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછા થઈ ગાય છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત ત્રીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.