Pahalgam Terror Attack: પાકિસ્તાન માટે જાસુસી કરનાર CRPF જવાન ઝડપાયો, પહલગામમાં જ થયું હતું પોસ્ટિંગ
Pahalgam Terror Attack: પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલ CRPF જવાન અગાઉ પહેલગામમાં પોસ્ટેડ હતો. હુમલાના 6 દિવસ પહેલા જ તેમની બદલી કરવામાં આવી હતી.

Pahalgam Terror Attack: પાકિસ્તાન માટે જાસૂસ હોવાના આરોપમાં ધરપકડ કરાયેલા CRPF જવાન અંગે એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. એક અહેવાલ મુજબ, પહેલગામ આતંકવાદી હુમલાના 6 દિવસ પહેલા સુધી સૈનિક ત્યાં હતો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. સોમવારે, NIA એ જાસૂસીના આરોપસર CRPFના એક જવાનની ધરપકડ કરી હતી.
22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. NIA દ્વારા ધરપકડ કરાયેલ સૈનિક હુમલાના છ દિવસ પહેલા સુધી પહેલગામમાં હતો. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હુમલાના છ દિવસ પહેલા સીઆરપીએફ જવાનની બદલી કરવામાં આવી હતી. NIA એ આરોપી સૈનિકની દિલ્હીથી ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે.
CRPF જવાન પર શું આરોપ છે?
આરોપી CRPF જવાન મોતી રામ જાટ જાસૂસી પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ હતો અને 2023 થી રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાન ગુપ્તચર અધિકારીઓ (PIO) ને પહોંચાડી રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જાટને આ કામ માટે વિવિધ માધ્યમો દ્વારા પૈસા મળી રહ્યા હતા.
આરોપી જવાન કેવી રીતે પકડાયો
CRPF એ આરોપી સૈનિકને બરતરફ કરી દીધો છે. CRPFના એક નિવેદન અનુસાર, CRPF દ્વારા કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલનમાં તેમની સોશિયલ મીડિયા પ્રવૃત્તિ પર નજીકથી નજર રાખવામાં આવી ત્યારે જવાન તપાસના દાયરામાં આવ્યો. દેખરેખ દરમિયાન જાણવા મળ્યું કે તેણે પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું.
ભારતે પહેલગામનો બદલો આ રીતે લીધો
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત ઓછામાં ઓછા 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ પછી પાકિસ્તાની સેનાએ ભારત સામે મોરચો ખોલ્યો. ભારતીય સેનાએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો. પાકિસ્તાની સેનાને આખરે યુદ્ધવિરામની અપીલ કરવી પડી.





















