શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરઃ CRPF જવાને સાથી જવાનોને મારી ગોળી, ત્રણનાં મોત, જાણો વિગત
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફ જવાને સાથી જવાનો પર ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ જવાનોનું મોત થયું હતું. એક અધિકારીના જણાવ્યા મુજબ ઉધમપુરની બટ્ટલ બલિયાન વિસ્તારમાં 187મી બટાલિયન શિબિરમાં આ ઘટના રાતે લગભગ 10 વાગે બની હતી. કોન્સ્ટેબલ અજિત કુમારે તેની સર્વિસ રાઇફલમાંથી ત્રણ સાથીઓ પર ગોળી ચલાવી હતી.
અધિકારી જણાવ્યું કે, ગોળીબારમાં સીઆરપીએફના ત્રણ જવાનોનું મોત થયું હતું. જે બાદ કુમારે ખુદને ગોળી મારી હતી અને તેન સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તેની હાલત ગંભીર છે. કુમાર ઉત્તરપ્રદેશના કાનપુરનો રહેવાસી છે.
મૃતકોની ઓળખ રાજસ્થાનના રહેવાસી હેડ કોન્સ્ટેબલ પોકરમાલ આર, દિલ્હીના યોગેન્દ્ર શર્મા અને હરિયાણાના ઉમેદ સિંહ તરીકે થઈ છે. જવાનો વચ્ચે વિવાદ થયા બાદ ફાયરિંગ કર્યું હોવાનું કહેવાય છે. ઘટના બાદ સીઆરપીએફ અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.
ભાજપ સાંસદે લક્ઝુરિયસ કાર પર લગાવ્યું ચોકીદારનું બેનર, મોદીને ગણાવ્યા સરદારના અવતાર Video: હોળી રમતા પહેલા આ જરૂર જાણો, રંગોથી થઈ શકે છે આ નુકસાનJ&K: 3 CRPF personnel of 187th battalion shot dead by another jawan at battalion's headquarters in Udhampur's Battal Ballian earlier tonight. Harinder Kumar, Commandant 187th Battalion CRPF says, "3 jawans have died, the one who shot them dead is critically injured." pic.twitter.com/bIhHLOPwQs
— ANI (@ANI) March 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement