શોધખોળ કરો
Advertisement
CWC બેઠકમાં મોદી સરકાર પર વરસ્યા મનમોહનસિંહ, કહ્યું-જુમલાથી ખેડૂતોની આવક બમણી થશે નહીં
નવી દિલ્હીઃ દિલ્હી સ્થિત પાર્લિયામેન્ટ એનેક્સીમાં કોગ્રેસની નવી વર્કિગ કમિટીની રવિવારે પ્રથમ બેઠક યોજાઇ હતી. બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે હાલની દેશની આર્થિક સ્થિતિ, ખેડૂતોની સ્થિતિને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. મનમોહનસિંહે મોદી પર નિશાન સાધતા કહ્યુ કે, ફક્ત જુમલાથી ખેડૂતોની આવક બમણી થશે નહીં.
જાણીતા અર્થશાસ્ત્રી ડો.મનમોહન સિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદીનું ધ્યાન જુમલા બનાવવામાં વધુ છે. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના વચનને પુરુ કરવા માટે કૃષિ ક્ષેત્રમાં વાર્ષિક 14 ટકાનો વૃદ્ધિ દર હોવો જોઇએ જે હાલની સ્થિતિમાં ક્યાંય આસપાસ પણ નથી.
મનમોહનસિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદી આર્થિક વિકાસને ગતિ આપવાના બદલે પોતાના વખાણ કરવામાં લાગ્યા છે. જુમલા બનાવવાથી કાંઇ હાંસલ નહી થાય. દેશને કામ કરીને બતાવવું પડશે. હું રાહુલ ગાંધીને આશ્વાસન આપું છું કે આપણે ભારતના સામાજિક સદભાવ અને આર્થિક વિકાસને ગતિ આપતા કાર્યને પુરી રીતે સમર્થન કરીશું.
CWCની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યુ કે, અમે ગઠબંધનને કારગાર સાબિત કરવા માટે કટિબદ્ધ છીએ. આ પ્રયાસમા આપણે તમામ લોકો રાહુલ ગાંધીની સાથે છીએ. સૂત્રોના કહેવા પ્રમાણે, આ બેઠકમાં સોનિયા ગાંધીએ વિપક્ષી ગઠજોડ પર ભાર મુકતા તમામ લોકોએ વ્યક્તિગત મહત્વાકાંક્ષાને અલગ રાખવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, લોકતંત્ર બચાવવા સાથ આવવુ જરૂરી છે. સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો વ્યક્તિગત મહત્વાકાંક્ષા છોડીને સાથે ચાલવું જોઇએ.
બેઠકમાં પી ચિદંબરંમે પ્રેઝન્ટેશન મારફતે કઇ રીતે ગઠબંધન રૂપ લઇ શકે છે અને પાર્ટી ક્યાં અને કેવી રીતે ચૂંટણી જીતી શકે છે તેની જાણકારી આપી હતી. રાષ્ટ્રીય સ્તર પર ગઠબંધનની વાત પર તમામ નેતોઓએ સહમતિ જણાવી હતી. જોકે, પંજાબને લઇને કેપ્ટન અમરિંદર સિંહે પોતાની વાત કરતા કહ્યું કે, મે પંજાબમાં પાર્ટીની જીતને લઇને જાણ કરી હતી અને પંજાબમાં ગઠબંધનને લઇને હાઇકમાન પર નિર્ણય છોડી દીધો છે.
નવી કોગ્રેસ વર્કિંગ કમિટિ પર કોગ્રેના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે, સોનિયા ગાંધીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદીનો અહંકાર તેમની નિરાશા વ્યક્ત કરે છે. જે બતાવે છે કે મોદી સરકારની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે. આ સમિતિની રચના 17 જૂલાઇના રોજ કરવામાં આવી હતી જેમાં 23 સભ્યો છે જેમાં 19 સ્થાયી આમંત્રિત, 9 વિશેષ આમંત્રિત સભ્યો સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement