શોધખોળ કરો

Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ

Dana cyclone: બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા આકાર પામ્યો છે. જેના કારણે હાલ કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે.

Dana cyclone:બંગાળની ખાડીમાં ઉદ્દભવવા જઈ રહેલા ચક્રવાત 'દાના'ને લઈને બંગાળ સરકાર હાઈ એલર્ટ પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા આવતા બુધવાર સુધીમાં ચક્રવાતનું રૂપ ધારણ કરશે. પરિણામે બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પડોશી રાજ્ય ઓડિશામાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે.

મંગળવારથી બંગાળના વિવિધ જિલ્લાઓમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે. વરસાદ શનિવાર સુધી ચાલુ રહી શકે છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં વરસાદની મહત્તમ સંભાવના છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંતે અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપી છે.

તોફાન 23મી ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં ટકરાશે

IMDએ રવિવારે જણાવ્યું હતું કે, 23 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન સર્જાય તેવી શક્યતા છે, જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે. હવામાનના વિશેષ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે આંદામાન સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન આગામી 24 કલાક દરમિયાન બંગાળની ખાડીમાં ઓછા દબાણના ક્ષેત્રમાં પરિવર્તિત થવાની સંભાવના છે.

તોફાન ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પણ ટકરાશે

હવામાન પ્રણાલી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 22 ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં અને 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની ધારણા છે.

ત્યારબાદ, તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 24 ઓક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે.

ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં 23 થી 25 ઓક્ટોબર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. IMD એ માછીમારોને 21 ઓક્ટોબર સુધીમાં દરિયાકાંઠે પાછા ફરવાની સલાહ આપી છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે સિસ્ટમ ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી શક્યતા છે.                                     

ઓડિશામાં વરસાદ પડશે

23 ઓક્ટોબરથી ઓડિશાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના કેટલાક સ્થળોએ 24-25 ઓક્ટોબરે 20 સેમી વરસાદ પડી શકે છે.   પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
IND vs NZ: બીજી ટેસ્ટમાં મોટો ચેન્જ, રોહિત શર્માની સાથે ઓપનિંગ કરશે આ બૉલર, રિપોર્ટમાં ખુલાસો

Rain forecast: ગુજરાતમાં હજુ પણ  આ તારીખ સુધી રહેશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

Dhanteras: ધનતેરસ પર રાશિ અનુસાર કરો ખરીદી, માતા લક્ષ્મીની વરસશે કૃપા
Dhanteras: ધનતેરસ પર રાશિ અનુસાર કરો ખરીદી, માતા લક્ષ્મીની વરસશે કૃપા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Student Suicide Case | રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં 3 શિક્ષકો સામે અંતે ફરિયાદ દાખલSurat Rain : સુરતમાં સવારે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, જુઓ અહેવાલHarsh Sanghavi : સુરતમાંથી પકડાયેલા 2 કરોડના ડ્રગ્સ મુદ્દે સંઘવીની પ્રતિક્રિયા, 'ગુજરાત પોલીસનો ડ્રગ્સ સામે જંગ'Gandhinagar Rain : ગાંધીનગરમાં સવારે ધીમી ધારે વરસાદ, પેથાપુરમાં વીજળી ગૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
IND vs NZ: બીજી ટેસ્ટમાં મોટો ચેન્જ, રોહિત શર્માની સાથે ઓપનિંગ કરશે આ બૉલર, રિપોર્ટમાં ખુલાસો
IND vs NZ: બીજી ટેસ્ટમાં મોટો ચેન્જ, રોહિત શર્માની સાથે ઓપનિંગ કરશે આ બૉલર, રિપોર્ટમાં ખુલાસો
Rain forecast: ગુજરાતમાં હજુ પણ  આ તારીખ સુધી રહેશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Rain forecast: ગુજરાતમાં હજુ પણ આ તારીખ સુધી રહેશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dhanteras: ધનતેરસ પર રાશિ અનુસાર કરો ખરીદી, માતા લક્ષ્મીની વરસશે કૃપા
Dhanteras: ધનતેરસ પર રાશિ અનુસાર કરો ખરીદી, માતા લક્ષ્મીની વરસશે કૃપા
Rain Update: અમદાવાદમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ, વૃક્ષો ધરાશાયી, રસ્તા થયા પાણી પાણી

Dhanteras 2024: ધનતેરસ પર ક્યારેય ના ખરીદવી જોઇએ આ વસ્તુઓ, થઇ જશો કંગાળ

Education: આ છે દેશની ટૉપ પ્રાઇવેટ સ્કૂલ, આ શહેરની સ્કૂલ રહી અવ્વલ, એડમિશન પહેલા જોઇ લો પુરેપુરુ લિસ્ટ

Gujarat Rain forecast: રાજ્યના 15 જિલ્લામાં વરસશે આફતનો વરસાદ, હવામાન વિભાગની  આગાહી

Embed widget